For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tokyo 2020: ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીને મળે છે અધધ આટલા રૂપિયાનું ઈનામ

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભારતના 126 ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યા છે. ભારતીય ટીમના ઓલિમ્પિક ઇતિહાસની વાત કરીએ તો આ ટીમ ભારતની અત્યારસુધીની ભાગ લેનારી સૌથી મોટી ટીમ છે.

|
Google Oneindia Gujarati News

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભારતના 126 ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યા છે. ભારતીય ટીમના ઓલિમ્પિક ઇતિહાસની વાત કરીએ તો આ ટીમ ભારતની અત્યારસુધીની ભાગ લેનારી સૌથી મોટી ટીમ છે. 64 રમતોમાં મેડલ જીતવા માટે આ ટીમ ઓલમ્પિક પહોંચી છે. આ દરમિયાન, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સલાહકાર સમિતિએ ભાગ લેનારા ખેલાડીઓ માટે રોકડ ઇનામની ભલામણ કરી છે. આ અંતર્ગત ફક્ત રમતોમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે.

olympics 2021

સમિતિએ ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે ઈનામ જાહેર કર્યું છે, જે અંતર્ગત જો ખેલાડી ભારત માટે ગોલ્ડ મેડલ જીતે છે, તો તેને 75 લાખ રૂપિયાની ઇનામ રકમ આપવામાં આવશે, જ્યારે સિલ્વર મેડલ જીતે તો ખેલાડીને 40 લાખનું ઇનામ મળશે. બીજી તરફ, જો ખેલાડી બ્રોન્ઝ મેડલ જીતે તો તેને 25 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સલાહકાર સમિતિએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક ખેલાડીને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તેથી તીરંદાજીમાં મહિલા અને પુરુષ સ્પર્ધા પણ યોજાશે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સલાહકાર સમિતિએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક ખેલાડીને એક લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે, ઉલ્લેખનિય છે કે, ભારતની હોકી ટીમ અને તીરંદાજી મહિલા અને પુરુષ સ્પર્ધાઓથી ભારતીય ટીમ શરૂઆત કરશે.

તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિક એક વર્ષ પહેલા યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે એક વર્ષના વિલંબ ટોક્યો શરૂ થયો છે. વિશ્વવ્યાપી કોરોના સંક્રણણના કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.
205 દેશોના 11 હજારથી વધુ ખેલાડીઓ 32 માં ઓલિમ્પિકમાં ભાગ લેશે. 17 દિવસમાં 339 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જેમાં 33 રમતો અને 50 જેટલી વિવિધ કેટેગરીમાં ભાગ લેશે.જાપાનની રાજધાની ટોક્યોમાં બીજી વખત યોજાનારી આ ઓલિમ્પિકમાં 339 મેડલ માટે ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

English summary
If you win a medal in the Olympics, then know how much you will get the reward,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X