ખાસ ખબર! 1 એપ્રિલથી આવક પર લગતા આ નિયમો બદલાઇ જશે

Subscribe to Oneindia News

આ વખતના લાગુ કરલા બજેટ માં સરકાર તરફથી ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા ફેરફારો 1 એપ્રિલ થી લાગુ થશે. જ્યારે આ ફેરફારોમાં કેટલાક લોકો માટે નુક્શાન કારક રહેશો તો કેટલાક માટે લાભકારક. ત્યારે જાણો અહીં 1 એપ્રિલથી આવક વેરાના કયા 8 નિયમો બદલશે. અને તેનાથી તમને કેવા ફાયદા કે નુક્શાન થશે.

1 એપ્રિલથી કર અડધું થવાથી લઇને જાહેર ન કરેલી સંપત્તિના પણ નિયમો બદલાયા છે. ત્યારે જો તમે નોકરી કે વેપાર સાથે સંકળાયેલા હોવ તો આ તમામ નિયમો વિષે તમને યોગ્ય જાણકારી હોવી જોઇએ. ત્યારે વિગત વાર જાણો કે સરકાર દ્વારા કયા નિયમોને બદલવામાં આવ્યા છે. અને નવા નિયમો શું છે?...

Read also : GST લાગુ થયા બાદ શું થયું સસ્તું, શું થયું મોંઘુ?

 અડધુ થશે ટેક્સ

અડધુ થશે ટેક્સ

વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા આવક ધરાવતા લોકો માટે ટેક્સ રેટ 10 ટકાથી ઘટીને 5 ટકા કરવામાં આવ્યો છે. જોકે 87એ હેઠળ મળનાર છૂટ 5000 રૂપિયાથી ઘટીને 2500 રૂપિયા કરી નાખવામાં આવી છે. અને વધુમાં જે કરદાતાઓની આવક 3.5 લાખ રૂપિયા કરતાં વધારે છે તેને કોઈ છૂટ નહીં મળે.

નવા નિયમો પ્રમાણે વાર્ષિક 50 લાખથી 1 કરોડ સુધીની આવકવાળાને 10 ટકા સરચાર્જ આપવાનો રહશે. હાલના સમયમાં 1 કરોડ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકો માટે 15 ટકા સરચાર્જ પહેલાથી જ લાગી કરવામાં આવ્યો છે.

ટેક્સ ફાઇલ કરવા ફોર્મ

ટેક્સ ફાઇલ કરવા ફોર્મ

નવા નિયમો પ્રમાણે જે લોકોની આવક 5 લાખ રૂપિયા સુધીની છે તેવા લોકોને ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવા માટે એક સામાન્ય ફોર્મ ભરવાનુ રહેશે.

રાજીવ ગાંધી ઇક્વિટી બચત યોજનાઓ હેઠળ કરેલા રોકાણ પર 2018-19 આકારણી વર્ષે છૂટ નહી મળે. આ યોજના યુનિયન બજેટનાં નાણાંકીય વર્ષ 2012-13 માટે જાહેર થયું હતું.

પ્રોપર્ટી પર

પ્રોપર્ટી પર

નવા નિયમો પ્રમાણે આવકવેરના સત્તાવાળાઓને જો 50 લાખથી વધારે આવકની જાણ થાય તો, તેઓ અગાઉના 10 વર્ષના ટેક્સ રેકોર્ડ પણ ચકાશી શકે છે. નોંધનીય છે કે આ પહેલા ટેક્સ અધિકારીઓ માત્ર 6 વર્ષ સુધીના રેકોર્ડ જ તપાસી શકતા હતા. જે કરદાતા પોતાનુ ઇન્કમ ટેક્સ રીટર્ન જમા નહીં કરે તો તેમને આકારણી વર્ષ 2018-19 વિલંબ માટે રૂ.10,000 સુધી પેનલ્ટી ચુકવવી પડશે.

હવે કોઇ પ્રોપર્ટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇનની જેમ માનવાની સમયસીમા હવે 3 વર્ષના બદલે 2 વર્ષ કરી નાખવામાં આવી છે. આ રીતે જોવા જાવ તો 2 વર્ષની અંદર કોઇ પ્રોપર્ટી વેચાય તો તમે ટેક્સમાં નફો લઇ શકો છો. આનાથી થયેલા નફાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે અને એ પ્રમાણ ટેક્સ લાગશે.

કરદાતા પર ટેક્સ

કરદાતા પર ટેક્સ

કરદાતા રેટ પર આપેલી પ્રોપર્ટીથી જે ફાયદો કરદાતાઓને મળતો હતો સરકારે તેને ઘટાડી દીધો છે. હાલના નિયમો મુજબ કોઉ કરદાતા ભાડે આપેલી પ્રોપર્ટીને હોમ લોન પર લાગતા સંપૂર્ણ વ્યાજ રેટ સાથે એડજેસ્ટ કરી શકે છે. પણ હવે આ રેટથી થયેલી આવકથી ખાલી 2 લાખ રૂપિયા સુધી જ ટેક્સમાં એડજેસ્ટ કરવામાં આવશે. અને બાકીના પૈસા અવનારા 8 આકારણી વર્ષમાં કેરી ફોરવર્ડ થશે.

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમનો એક ભાગ નીકાળવા પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. એનપીએસ ગ્રાહક પોતાના યોગદાન માંથી 25 ટકા સુધી નિવૃત્તિ પહેલાં નીકાળી શકે છે, જ્યારે નિવૃત્તિ પર 40 ટકા સુધી ક્લિયરન્સ ટેક્સ ફ્રી રહેશે.

English summary
Business: From 1st April these income tax rules will change. Read here more.
Please Wait while comments are loading...