For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરબીઆઈનો મોટો નિર્ણય, ઝીરો બેલેન્સ ખાતામાં સુવિધાઓ વધારી

આવે છે. આરબીઆઇએ તેના આદેશમાં કહ્યું છે કે અગાઉ ઉલ્લેખિત ન્યુનતમ સુવિધાઓ પછી બેન્કો અતિરિક્ત મૂલ્ય-વર્ધિત સુવિધાઓ પૂરી પાડવા માટે સ્વતંત્ર છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ્સના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે, આવા બેન્ક ખાતાધારકો ચેક બુક અને અન્ય સુવિધાઓ મેળવી શકશે. આ સુવિધા માટે, બેંક ખાતાધારકો માટે કોઈ લઘુત્તમ બેલેન્સ રાખવા માટેની શરત રાખી શકતા નથી. અત્યાર સુધીમાં, ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ્સ પર મહત્તમ સુવિધાઓ આપવા પર તેમને રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ ગણવામાં આવતાં હતાં. આ પછી, આ બેંક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સની શરત લાગુ થઇ જતી હતી. હવે, આવા ખાતાધારકો મહિનામાં, ભલે પૈસા જેટલી વાર જમા કરે, તે ચેક બુક લઇ શકે છે.

RBI

આરબીઆઇનો મોટો નિર્ણય

આરબીઆઇ આ ખાતાઓને બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (બીએસબીડી) એકાઉન્ટ કહે છે અને આમાંજ જ નિયમોમાં છૂટ આપી છે. આ બેંક એકાઉન્ટ્સને સામાન્ય રીતે ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ અથવા નો-ફ્રીલ્સ એકાઉન્ટ્સ પણ કહેવામાં આવે છે. નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે, આરબીઆઈએ બેંકોને કહ્યું કે તેઓ બીએસબીડીએને પણ એ જ રીતે લઘુતમ સુવિધા વગર ફી આપે, જે રીતે સામાન્ય બચત ખાતાઓમાં આપવામાં આવે છે. આરબીઆઇએ તેના આદેશમાં કહ્યું છે કે અગાઉ ઉલ્લેખિત ન્યુનતમ સુવિધાઓ પછી બેન્કો અતિરિક્ત મૂલ્ય-વર્ધિત સુવિધાઓ પૂરી પાડવા માટે સ્વતંત્ર છે. આ સુવિધાઓમાં ચેક બુક શામેલ છે જેના માટે ચાર્જ લઇ શકાશે નહિ. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ સુવિધાઓ આપ્યા પછી, બેંકો તેમના ગ્રાહકોના ખાતામાં ન્યુનતમ બેલેન્સ જાળવી રાખવાની શરત લગાવશે નહીં.

જાણો પહેલાના નિયમ

અત્યાર સુધી, બીએસબીડી ખાતાઓના નિયમો હેઠળ બેંક ખાતાધારકો પર ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવા માટે કોઈ બંધન હોતું નથી. આ ઉપરાંત, તેઓને કેટલીક સુવિધાઓ મફત મળે છે. આ સુવિધાઓમાં, એક એટીએમ કાર્ડથી મહિનામાં મફતમાં ચાર વખત પૈસા ઉપાડવાની છૂટ આપવામાં આવે છે, બેંકની શાખામાં જઈને પૈસા જમા કરવામાંની છૂટ છે. નિયમો બદલ્યા પછી, હવે એક મહિનામાં બીએસબીડી ખાતામાં ગમે એટલી વાર નાણાંની રકમ જમા કરી શકાય છે.

English summary
RBI major decision, increase facilities in Zero Balance Account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X