For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year 2017 : આ શબ્દ છે આ વર્ષનો સૌથી ચર્ચિત શબ્દ

વર્ષ 2017માં ક્યો શબ્દો રહ્યો બહુ ચર્ચિત તે અંગે જાણો વિગતવાર અહીં. જાણો ફેક ન્યૂઝ કેવી રીતે અને કેમ બની ગયો આ વર્ષનો સૌથી લોકપ્રિય શબ્દ

By Chaitali
|
Google Oneindia Gujarati News

વર્ષ 2017 હવે થોડા દિવસમાં પૂરું થઇ જશે અને વર્ષ 2018 શરૂ થશે. વર્ષના અંતમાં જ્યારે દરેક વસ્તુના લેખા-જોખા વિશે ચર્ચા થઇ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક શબ્દએ સૌથી વધુ ચર્ચા મેળવી છે. એટલું જ નહીં તેને ડોનાલ્ડ ટ્રંપનું તકિયા કલામ પણ કહેવાય છે. આ શબ્દનું નામ છે "Fake News". જે આ વર્ષનો સૌથી વધુ ચર્ચિત શબ્દ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા એક વાર બોલવામાં આવેલા શબ્દને 2017નો સૌથી લોકપ્રિય શબ્દ જાહેર કરવામાં આવ્યો છે. બ્રિટેનના કોલિન્સ શબ્દકોશ કંપનીના આંકડા મુજબ આ વર્ષે આ શબ્દના ઉપયોગમાં 365 ટકાનો વધારો થયો છે.

શું છે ખાસ

શું છે ખાસ

ખાસ વાત એ છે કે અમેરિકાના ચૂંટણી સમયગાળા સમયે આ શબ્દોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થયો હતો. વળી ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા પછી આ શબ્દનો ઉપયોગ લોકો મોટા પ્રમાણમાં કરવા લાગ્યા અને આમ આ શબ્દ વધુ લોકપ્રિય બની ગયો.

બ્રેક્ઝિટ

બ્રેક્ઝિટ

શબ્દકોશ મુજબ આ શબ્દનો ઉપયોગ તેવી ખબરો માટે વધુ થવા લાગ્યો છે ખબરો સનસની મચાવી શકે પણ તેમાં સચ્ચાઇ ખૂબ જ ઓછી હોય. આ શબ્દ પછી બીજા નંબરે બ્રેક્ઝિટ શબ્દ આવે છે. જે ગત વર્ષનો સૌથી પ્રચલિત શબ્દ રહ્યો હતો. જો કે આ ફેક ન્યૂઝ શબ્દના કારણે સમાચાર માધ્યમો પરથી લોકોનો વિશ્વાસ પણ થોડો ઓછા થઇ ગયો છે. તેમ જાણવા મળ્યું છે.

મીડિયા

મીડિયા

કોલિન્સે આના સંદર્ભમાં જે નિવેદન આપ્યું છે તે મુજબ ફેક ન્યૂઝના વધારાથી લોકોનો સમાચાર માધ્યમ પરથી વિશ્વાસ ઓછા થઇ ગયો. વધુમાં અમેરિકી ચૂંટણી વખતે ટ્રંપની ઓલચના કરવા માટે પણ આ શબ્દનો સૌથી વધુ ઉપયોગ થવા લાગ્યો. તે પછી તો બ્રિટનમાં પણ ચૂંટણી વખતે અને ભારતમાં પણ ચૂંટણી વખતે આ શબ્દનો વધુમાં વધુ ઉપયોગ થવા લાગ્યો અને આ એક પ્રચલિત શબ્દ બની ગયો.

અન્ય શબ્દો

અન્ય શબ્દો

ત્યારે ફેક ન્યૂઝ શબ્દ ભલે આ વર્ષે સૌથી પોપ્યુલર શબ્દ તરીકે નામના મેળવી હોય પણ તેમ છતાં જેન્ડરફ્લૂઇડ, ફિજેટ સ્પિનર, ગિગ ઇકોનોમી, ઇન્ટિફા અને ઇકો ચેમ્બર જેવા શબ્દો પણ આ વર્ષે બહૂચર્ચિત શબ્દો રહ્યો. અને અલગ અલગ કારણોના લીધે તે પણ ચરણમાં લોકપ્રિય રહ્યા.

English summary
Fake news has acquired a certain legitimacy after being named word of the year by Collins, following what the dictionary called its ubiquitous presence over the last 12 months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X