For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યા બાલને કાસ્ટિંગ કાઉચ વિશે કર્યો એક મોટો ખુલાસો

હમણાં હાલમાં જ વિદ્યા બાલને પોતાના જીવન સાથે જોડાયેલો એક મોટો કિસ્સો શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડમાં વિદ્યા બાલનની સફર કોઈ રોલર-કોસ્ટરથી કમ નથી. જો કે તેણે પોતાની 2005ની ફિલ્મ પરિણીતા સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો અને 2017માં તુમ્હારી સુલુ સુધી તેણે ઘણી હીટ ફિલ્મો આપી. હાલમાં તેની ફિલ્મ મિશન મંગલ મોટા પડદે સારુ પ્રદર્શન કરી રહી છે. મોટાભાગની એક્ટર્સની જેમ વિદ્યાએ પણ આ મુકામ સુધી પહોંચતા પહેલા લાંબી સ્ટ્રગલ કરી છે. ઘણીવાર વિદ્યા બાલન દરેક ટૉપિક પર ખુલીને વાત કરે છે. હમણાં હાલમાં જ તેણે પોતાના જીવન સાથે જોડાયેલો એક મોટો કિસ્સો શેર કર્યો છે.'

વિદ્યા બાલને પોતાના સ્ટ્રગલના દિવસોના એક ખરાબ અનુભવને શેર કર્યો

વિદ્યા બાલને પોતાના સ્ટ્રગલના દિવસોના એક ખરાબ અનુભવને શેર કર્યો

વિદ્યા બાલને પોતાના સ્ટ્રગલના દિવસોનો એક ખરાબ અનુભવ શેર કરતા કહ્યુ કે, ‘ત્યારે તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ નહોતો મૂક્યો, તે પોતાના માતાપિતા સાથે ચેન્નઈમાં એક પ્રોડ્યુસરથી બીજા પ્રોડ્યુસરની ઓફિસમાં ભટકી રહી હતી. ત્યારે ઘણા સંઘર્ષ બાદ તેને મલયાલમ અને તમિલ ફિલ્મ મળવી શરૂ થઈ. પરંતુ અચાનક તેને મોટાભાગની ફિલ્મોમાંથી કાઢી દેવામાં આવી. ટોલિવુડમાં સતત મળી રહેલા રિજેક્શનથી તે એટલી હદે હેરાન થઈ ગઈ હતી કે તેણે ઘણા દિવસો સુધી અરીસો નહોતો જોયો.'

તેના માતાપિતા તેના માટે ચિંતિત થઈ ગયા હતા

તેના માતાપિતા તેના માટે ચિંતિત થઈ ગયા હતા

વિદ્યાએ જણાવ્યુ કે તે એક તમિલ ફિલ્મ કરી રહી હતી અને તેને કાઢી દેવામાં આવી. તેના માતા પિતા તેની ચિંતા કર્યા કરતા હતા અને તેના પિતા પ્રોડ્યુસરને મળવા પહોંચ્યા હતા. પ્રોડ્યુસર તેને અમુક ક્લિપ્સ બતાવ્યા અને કહ્યુ, ‘જુઓ, શું આ હિરોઈન જેવી દેખાય છે? હું પહેલા જ આને લેવા નહોતો ઈચ્છતો. ડાયરેક્ટરના લીધે લઈ લીધી. હું ઘણા સમય સુધી આ વાતો માટે શોકમાં રહી. મે તેને માફ ન કર્યો. જો કે મને અહેસાસ થયો કે હું જે રીતની છુ એ જ રીતે પોતાને પ્રેમ કરુ.

આ પણ વાંચોઃ રાજનીતિમાં આવવાની ચર્ચા પર સંજય દત્તે મૌન તોડ્યુ્ં, જાણો શું કહ્યુંઆ પણ વાંચોઃ રાજનીતિમાં આવવાની ચર્ચા પર સંજય દત્તે મૌન તોડ્યુ્ં, જાણો શું કહ્યું

વિદ્યાબાલને કાસ્ટિંગ વિશે કર્યો મોટો ખુલાસો

વિદ્યાબાલને કાસ્ટિંગ વિશે કર્યો મોટો ખુલાસો

વધુ એક ખરાબ અનુભવ શેર કરતા વિદ્યાએ કહ્યુ, ‘બીજી એક તમિલ ફિલ્મ હતી જે તેણે ફોન પર સાઈન કરી હતી. મને આ વિશે કંઈ ખબર નહોતી. એટલા માટે ફોન પર જ અમે આ ફિલ્મ માટે હા કહી દીધી. ત્યારબાદ હું શૂટિંગ માટે ચેન્નઈ પહોંચી. શૂટિંગના પહેલા દિવસે જે રીતે સેટ પર મજાક કરવામાં આવી રહી હતી. તેનાથી હું ઘણી અસહજ અનુભવવા લાગી. ત્યારબાદ મે ફિલ્મ છોડી દીધી જેના કારણે મને લીગલ નોટિસ પણ મળી.'

English summary
bollywood actress vidya balan tells about her horrible experiences in tollywood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X