ગૌરીએ ખોલ્યો ઇંટીરિયર ડિઝાઇન સ્ટોર : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 20 ફેબ્રુઆરી : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના પત્ની ભલે કોઈ ફિલ્મ અભિનેત્રી ન હોય, પરંતુ તેઓ કિંગ ખાનના પત્ની હોવા ઉપરાંત પણ ફૅશન અને સૌંદર્ય જગતમાં ખાસ છાપ ધરાવે છે. એટલે જ તો તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.

હવે ગૌરી ખાને પોતાનો નવો ઇંટીરિયર ડિઝાઇન સ્ટોર લૉન્ચ કર્યો છે. ધ ડિઝાઇન સેલ નામના આ સ્ટારના લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન પોતે પણ હાજર રહ્યા હતાં. શાહરુખનું કહેવું છે - મને ખુશી છે કે ગૌરી પોતાના બૂતે આગળ વધી રહ્યાં છે. તેમને ડિઝાઇન તેમજ ડેકોરેશનની ઘણી સમજણ છે. તેથી મને વિશ્વાસ છે કે તેમનો નવો સ્ટોર તેમને નવી ઉંચાઇઓએ લઈ જશે.

સુઝાન ખાન સાથે અગાઉથી જ એક ડિઝાઇન સ્ટોર ચલાવતાં ગૌરીનું કહેવું છે - શાહરુખના કારણે જ મેં આ પગલું ભર્યું છે. તેમણે જ મને જણાવ્યુ હતું કે હું ઇંડીપેંડેંટલી પોતાનો નવો સ્ટોર ખોલું. અગાઉ હું નહોતી ઇચ્છતી, પણ શાહરુખે જ્યારે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો, ત્યારે મેં આ પગલુ ભર્યું.

ચાલો જોઇએ સ્ટોર લૉન્ચિંગની તસવીરી ઝલક :

ગૌરીએ ખોલ્યો ઇંટીરિયર ડિઝાઇન સ્ટોર

ગૌરીએ ખોલ્યો ઇંટીરિયર ડિઝાઇન સ્ટોર

શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાને તાજેતરમાં જ મુંબઈમાં પોતાનો ઇંટીરિયર ડિઝાઇન સ્ટોર ખોલ્યો છે.

શાહરુખની ઉપસ્થિતિ

શાહરુખની ઉપસ્થિતિ

ગૌરી ખાનના સ્ટોરના લૉન્ચિંગ પ્રસંગે તેમના પતિ શાહરુખ ખાન હાજર રહ્યા હતાં.

સુહાનાની પણ હાજરી

સુહાનાની પણ હાજરી

ધ ડિઝાઇન સેલના લૉન્ચિંગ પ્રસંગે ગૌરી-શાહરુખના પુત્રી સુહાનાએ પણ હાજરી આપી હતી.

ફરાહ ખાનની શુભેચ્છા

ફરાહ ખાનની શુભેચ્છા

ધ ડિઝાઇન સેલના લૉન્ચિંગ પ્રસંગે શાહરુખના મિત્ર ફરાહ ખાને પણ હાજર રહી ગૌરીને શુભેચ્છા પાઠવી હતી. ફરાહ આજકાલ શાહરુખ સાથે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ બનાવી રહ્યાં છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

ગૌરીના સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગને મલાઇકા અરોરા ખાને પણ હાજર રહી શોભાવ્યો હતો.

સુહાના-ગૌરી

સુહાના-ગૌરી

લૉન્ચિંગ પ્રસંગે પોઝ આપતાં પુત્રી સુહાના સાથે પોઝ આપતાં માતા ગૌરી.

English summary
Bollywood actor Shahrukh Khan at his wife Gauri Khan's new interior design store 'The Design Cell' launch.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.