For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail

બોલિવુડમાં ઓલરાઉન્ડર તરીકે ઓળખાતા ફરહાન અખ્તર આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આજે જે સુપર સ્ટારનો બર્થડે છે...તે બોલિવુડના ઓલ રાઉન્ડર છે. તેમણે ફિલ્મ બનાવી તો બ્લોક બસ્ટર થઈ ગઈ... એક્ટિંગ કરી તો છવાઈ ગયા... અને ગીત પણ ગાયુ તો હિટ થઈ ગયા. તેમણે ટીવી શો પણ હોસ્ટ કર્યા છે... તેમની આખી ફેમિલી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે પરંતુ તેમણે પોતાનુ નામ જાતે બનાવ્યુ છે. કોઈ એમ કહે કે તેમના મલ્ટી ટેલેન્ટ આગળ સલમાન ખાનથી લઈ અક્ષય કુમાર સુધી બધા ફેલ છે તો ખોટુ નહિ ગણાય. જો તમે હજુ સુધી ન સમજ્યા હોવ તો તમને જણાવી દઈએ કે અમે વાત કરી રહ્યા છે ટેલેન્ટની ખાણ સુપરસ્ટાર ફરહાન અખ્તરની. બોલિવુડમાં ઓલરાઉન્ડર તરીકે ઓળખાતા ફરહાન અખ્તર આજે પોતાનો 45મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

ફરહાન અભિનેતા, એંકર, વીજે અને સિંગર પણ છે

ફરહાન અભિનેતા, એંકર, વીજે અને સિંગર પણ છે

ફરહાને 17 વર્ષની નાની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. વળી, લગભગ 17 વર્ષ પહેલા એક ફિલ્મ બાદ ફરહાન અખ્તરનું નસીબ એવુ ચમક્યુ કે પછી તેમણે પાછુ વળીને જોયુ નથી. ડાયરેક્ટર તરીકે શરૂઆત કરનારા ફરહાન અભિનેતા, એંકર, વીજે અને સિંગર પણ છે. આ બધા ફિલ્ડમાં ફરહાન પોતાનું ટેલેન્ટ બતાવી ચૂક્યા છે. વળી, એક્ટિંગની વાત કરીએ તો તે ઘણા વર્ષો પહેલા ડેબ્યુ કરવાના હતા પરંતુ તેમણે આ ફિલ્મ ઠુકરાવી દીધી. વળી તે ફિલ્મ આમિર ખાન પાસે ગઈ અને તેમના કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

જાવેદ અખ્તરના પુત્ર હોવા છતાં પણ ફરહાનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે કોઈની મદદ વિના જ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી. આગળ જાણો કેમ ફરહાનની જિંદગી રહી મુશ્કેલ અને આમિરની કઈ ફિલ્મ તેમણે ઠુકરાવી હતી.

બોલિવુડના ઓલ રાઉન્ડર

બોલિવુડના ઓલ રાઉન્ડર

એક્ટર, ડાયરેક્ટર, સિંગર, પ્રોડ્યુસર અને હોસ્ટ ફરહાન અખ્તર 45મો બર્થડે મનાવી રહ્યા છે. તમારે એ તો માનવુ પડશે કે તે બોલિવુડના ઓલ રાઉન્ડર છે.

મળી હતી ઓફર પરંતુ...

મળી હતી ઓફર પરંતુ...

ફરહાન અખ્તર ડાયરેક્ટર તરીકે બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી પરંતુ તેમને ઘણી પહેલા એક્ટિંગની ઓફર મળી હતી. આ ફિલ્મ હતી રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ રંગ દે બસંતી.

આમિરને મળી ગઈ ફિલ્મ

આમિરને મળી ગઈ ફિલ્મ

રંગ દે બસંતીમાં આમિર ખાનવાળી ભૂમિકા પહેલા ફરહાનને ઓફર કરવામાં આવી હતી. કોઈ કારણોસર તેમણે આ ભૂમિકા માટે ના પાડી દીધી અને આ રોલ આમિર ખાનને મળ્યો.

જ્યારે અલગ થયા માતાપિતા

જ્યારે અલગ થયા માતાપિતા

જાવેદ અખ્તરના પુત્ર હોવા છતા પણ તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. માતાપિતાના અલગ થયા બાદ ફરહાન અને તેમની બહેન ઝોયા અખ્તર ખૂબ ઈમોશનલ સમયમાંથી પસાર થયા.

આવી રહી શરૂઆત

આવી રહી શરૂઆત

પોતાના કેરિયરની શરૂઆત તો ફરહાને 17 વર્ષની ઉંમરમાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કરી દીધી હતી.

ધમાદેદાર ડેબ્યુ

ધમાદેદાર ડેબ્યુ

એક ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ હતી વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિલ ચાહતા હે

આ ફિલ્મો પણ

આ ફિલ્મો પણ

ત્યારબાદ એક નિર્દેશક તરીકે તેમણે લક્ષ્ય અને ડૉન જેવી ફિલ્મો બનાવી જે દર્શકો અને ક્રિટિક્સ બંનેને ખૂબ પસંદ પડી.

બસ પછી તો છવાઈ ગયા...

બસ પછી તો છવાઈ ગયા...

ફરહાન માટે માત્ર આટલુ જ કાફી નહોતુ. તેમણે વર્ષ 2008માં કેમેરા પાછળથી આગળ આવવાનું શરૂ કર્યુ. ફિલ્મ હતી રૉક-ઓન. ત્યારબાદ ફરહાન છવાઈ ગયા.

આ પણ વાંચોઃ ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો!આ પણ વાંચોઃ ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો!

English summary
Happy Birthday Farhan Akhtar know why he is real rockstar of Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X