
અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વરાજ ફ્લૉપ, અનેક મોટા શહેરોમાં શૉ રદ્દ કરવા પડ્યા
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની હાલમા રીલિઝ થયેલી ઐતિહાસિક ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને દર્શકોને પસંદ નથી આવી રહી. હાઇ બજેટ ફિલ્મ હોવા છતા સમ્રાટ પૃથ્વરાજ મોટી કમાણી તો દુર રહી 100 કરોડની કમાણી પણ ના કરી શકી, બોક્સ ઓફિસ રૂપોર્ટ અનુસાર મંગળવારે સમ્રાટ પૃથ્વીરાજને કુલ મળીેન 48.60 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી. જે તેના ફ્લોપ શો ની ચાડી ખાય છે.
અક્ષય કુમારની આ ફિલ્મને મોટા શહેરોમાં જીરો ઓક્યુપેન્સીનો સામનો કરવો પડ્યો છે. એક અંગ્રેજી વેબસાઇટની ખબર અનુસાર ઘણા સિનેમા ઘરોમાં સમ્રાટ પૃથ્વીરાજના ઘણા શો કેન્સલ કરવામાં આવ્યા છે. અને ઘણા શો ના ટિકિટ પણ નથી વેંચાઇ રહ્યા. અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વરાજને 200 કરોડ કરતા વધારે બજેટ સાથે બનાવામાં આવી છે.
ટ્રેન્ડ જાણકારોના મતે સમ્રાટ પૃથ્વીરાજ અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ નથી કે જે કમાણી કરવામાં પાછળ રહી ગઇ હોય. આ પહેલા બચ્ચન પાંડે પણ સિનેમા ઘરોમાં ધી કાશ્મીર ફાઇલ્સ સામે ટકી શકી ન હતી.
ફિલ્મમાં માનુસી છિલ્લર, સોનું સૂદ અને સંજય દત્ત
સમ્રાટ પૃથ્વરાજ અક્ષય કુમારની કેરિયરની પહેલી એતિહાસિક ફિલ્મ હોવ છતા ફ્લોપ ગઇ છે. સમ્રાટ પૃથ્વરાજમાં અક્ષય કુમાર સાથે માનુષી છિલ્લર, સોનૂ સૂદ, અને સંજય દત્ત પણ લીડ રોડમાં જોવા મળે છે
બચ્ચન પાંડેની ફ્લોપ પહેલા અક્ષય કુમારને કોવિડ દરમિયાન સૂર્યવંશીએ જબરદ્સત હિટ કમાણી કરી હતી. સૂર્યવંશીનં લાઇફટાઇમ કલેક્શન 196 કરોડ કરતા વધારે હતુ. અક્ષય કુમારના કેરિયરની કમાણી કરનાર ફિલ્મો તરફ જોવામાં આવે તો .2.0 રહી છે.
અક્ષય કુમારની 2015 માં બેબી નામની ફિલ્મ મળી હતી. આ ફિલ્મની કુલ કમાણી 100 કરોડ માનવામાં આવે છે. રાઉડી રાઠોરે પણ 133 કરોડ જેવી જંગી કમાણી કરી હતી.