• search

ઇશ્ક To કલ હો ના હો : આમ બદલાયો Romance...

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 28 નવેમ્બર : 28 નવેમ્બર, 1997માં આવેલી ફિલ્મ ઇશ્કે પ્રેમને માસૂમ બનાવી દીધો હતો. જુહી ચાવલા, કાજોલ, આમિર ખાન અને અજય દેવગણે લોકોને હસાવવાની સાથે-સાથે મહોબ્બતના માસૂમ ચહેરા સાથે રૂબરૂ કરાવ્યા હતાં. તેથી જ ઇશ્ક ફિલ્મ આજ સુધી લોકોના દિલોમાં સ્પેશિયલ જગ્યા જાળવી રાખવામાં સફળ રહી છે.

  ઇશ્કની રિલીઝને 17 વર્ષ થયાં, તો વધુ એક સુપર હિટ ફિલ્મ કલ હો ના હોની રિલીઝને પણ આજે 11 વર્ષ પૂરા થઈ ગયાં. શાહરુખ ખાનના ફૅન્સે ભલે કલ હો ના હો ફિલ્મ જોઈ બહુ આંસુ વહાવ્યા હતાં, પણ ફિલ્મ આજ સુધી લોકોના હૃદય સાથે જોડાયેલી છે. કિંગ ઑફ રોમાંસ શાહરુખ ખાન આ ફિલ્મ દ્વારા વધુ એક વખત લોકોની ઉપર જાદૂ કરી ગયા હતાં.

  ચાલો આપને તસવીરોમાં બતાવીએ ઇશ્ક (1997)થી કલ હો ના હો (2003)ના 6 વર્ષ દરમિયાન કેટલું બદલાયું બૉલીવુડ :

  ઇશ્ક (1997)

  ઇશ્ક (1997)

  તૂફાન મેં બહા હૈ, ન શોલોં મેં જલા હૈ... ઘાયલ હુઆ તીરોં સે, ન ખંજર સે કટા હૈ... કહતે હૈં જિસે ઇશ્ક કયામત હૈ, બલા હૈ... ટકરાયા જો ભી ઇસસે વો દુનિયા સે મિટા હૈ...

  પ્રેમ કેટલો માસૂમ હોઈ શકે, તે આ ફિલ્મમાં જોવા મળ્યં. આમિર ખાન, જુહી ચાવલા, કાજોલ તથા અજય દેવગણે ખૂબ જ મજેદાર રીતે પોતાના પાત્રો ભજવ્યાં અને હસતા-હસતા લોકોને પ્રેમ કરતા શિખવાડ્યું, પરંતુ સાથે જ એમ પણ જણાવી દીધું કે ઇશ્કમાં પડનારાઓના રસ્તામાં કોઈ માણસ-કોઈ દિવાળ ન આવી શકે.

  કુછ કુછ હોતા હૈ (1998)

  કુછ કુછ હોતા હૈ (1998)

  પ્યાર દોસ્તી હૈ... અગર વો મેરી સબસે અચ્છી દોસ્ત નહીં બન સકતી, તો મૈં ઉસસે કભી પ્યાર કર હી નહીં સકતા.

  કુછ કુછ હોતા ફિલ્મ પ્રેમ અને મૈત્રીની એવી વાર્તા હતી કે જેને લોકો આજે પણ દિલોમાં જીવાડે છે. શાહરુખ ખાન, કાજોલ અને રાણી મુખર્જીની આ પ્રેમ કહાણીએ લોકોને પ્રેમથી પ્રેમ કરતા શીખવાડ્યું. પ્રેમમાં મૈત્રી કેટલી મહત્વની હોય છે અને જિંદગીમાં પ્રેમ કેટલો જરૂરી... આ કુછ કુછ હોતા હૈ ફિલ્મે લાખો કરોડો યુવાનોને બતાવ્યું ક જેઓ ઇશ્કમાં વિશ્વાસ કરે છે. આ ફિલ્મ બૉલીવુડની ટ્રેંડસેટર ફિલ્મોમાંની એક હતી.

  હમ દિલ દે ચુકે સનમ (1999)

  હમ દિલ દે ચુકે સનમ (1999)

  પ્યાર અપની ખુશી મેં નહીં, બલ્કિ જિન્હેં તુમ કરતે હો, ઉનકી ખુશી મેં હૈ...

  હમ દિલ દે ચુકે સનમ ફિલ્મે પ્રેમની વ્યાખ્યા બદલવાનું કામ કર્યું. આ ફિલ્મે લોકોને બતાવી દીધું કે પ્રેમ માત્ર પામવાનું નહીં, આપવાનું પણ નામ છે. સલમાન ખાન, ઐશ્વર્યા રાય તથા અજય દેવગણની આ ફિલ્મમાં એક બાજુ મહોબ્બતમાં નબળાઈ, તો બીજી બાજુ તે જ મહોબ્બતમાં શક્તિ પણ દર્શાવાઈ છે.

  કહો ના પ્યાર હૈ અને મોહબ્બતેં (2000)

  કહો ના પ્યાર હૈ અને મોહબ્બતેં (2000)

  મોહબ્બત મેં શર્તેં નહીં હોતી, તો અફસોસ ભી નહીં હોના ચાહિએ...

  વર્ષ 2000માં આવેલી આ બે ફિલ્મોએ લોકોને પ્રેમમાં ગળાડૂબ કરી. એક બાજુ હૃતિક રોશન તથા અમીષા પટેલની કહો ના પ્યાર હૈએ સાદગી સાથે પ્રેમની રીત દર્શાવી, તો બીજી બાજુ મોહબ્બતેંએ મહોબ્બતના અનેક રહસ્યો સાથે યુવાનોનો પરિચય કરાવ્યો. મોહબ્બતેંમાં પ્રેમ નિભાવવાની હદ બતાવાઈ, તો તેને પામવા માટેની જિદ કરતા પણ શીખવાડ્યું.

  ગદર એક પ્રેમ કથા અને લગાન (2001)

  ગદર એક પ્રેમ કથા અને લગાન (2001)

  વર્ષ 2001માં બે ફિલ્મો આવી કે જેમણે ફિલ્મી ઇતિહાસના પન્ને પોતાના નામો અમર કર્યાં. એક આમિર ખાનની ફિલ્મ લગાન તથા બીજી સન્ન દેઓલની ગદર. સન્ની-અમીષા પટેલની પ્રેમ કથાએ લોકોને પોતાના પરિવાર સાથે જ નહીં, પણ દેશપ્રેમ પણ શીખવાડ્યો. સાચા પ્રેમ સામે મોટામાં મોટી તાકત ટકી ન શકે. બે દેશોના ભાગલા વચ્ચે આ ફિલ્મમાં પ્રેમના મજબૂત પાસા રજૂ કરાયાં. બીજી બાજુ લગાન ફિલ્મ દ્વારા આમિર ખાને ફરી એક વાર દેશપ્રેમ વ્યક્ત કર્યો. લગાને દેશ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની અલગ જ રીત શીખવી હતી.

  સાથિયા (2002)

  સાથિયા (2002)

  ઇન દો મિનટ કે લિએ મૈં દો જન્મોં તક ભી ઇંતજાર કર સકતા હૂં...

  વિવેક ઓબેરૉય તથા રાણી મુખર્જીની આ ફિલ્મ યુવા વર્ગને બહુ ગમી હતી. પ્રેમની સચ્ચાઈ અને માસૂમિયત દર્શાવતી આ ફિલ્મે ખૂબ જ ગંભીરતા સાથે પ્રેમને રજૂ કર્યો. આ ફિલ્મને યુવાઓએ પોતાની સાથે જોડીને જોઈ અને હૃદયમાં અંકાવી લીધી. બે પરિવારોના કારણે પ્રેમમાં અંતર લાવવાની જગ્યાએ, પ્રેમને વધુ મહત્વ અપાયો, કારણ કે પ્રેમમાં દૂરી શક્ય નથી. સાથિયામાં પ્રેમની તાકત દર્શાવાઈ હતી.

  કલ હો ના હો

  કલ હો ના હો

  હંસો, જિયો, મુસ્કુરાઓ... ક્યા પતા કલ હો ન હો...

  શાહરુખના ફૅન્સને ભલે કલ હો ના હોએ ખૂબ રડાવ્યા, પણ તેમના ફૅન્સે આ ફિલ્મ આજ સુધી પોતાના હૃદયમાં અંકિત રાખી છે. શાહરુખ ખાન, પ્રીતિ ઝિંટા તથા સૈફ અલી ખાનની આ ફિલ્મમાં પ્રેમને બહુ ઇમોશનલ રીતે રજૂ કરાયો છે. ખબર નહીં કાલે શું થાય, તેથી જે આજે કરવું છે, આજે આ જ પળે કરી લેવું જોઇએ. બે મિત્રોને નજીક લાવવાની કોશિશ કરતા આ ફિલ્મ વડે પ્રેમ વ્યક્ત કરવામાં રાહ ન જોવાની શીખ આપી ગયા શાહરુખ, કારણ કે ખબર નહીં કલ હો ન હો.

  English summary
  Film Ishq and Kal Ho Na Ho released on same date, i.e, 28 november 1997 and 2003 respectively. But, in these 6 years bollywood romance changed a lot.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more