For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મમાં કામ કરનાર એક્ટર્સના નિવેદન નોંધશે બિહાર પોલિસ

બિહાર પોલિસના સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે પટના પોલિસની ટીમ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લા ફિલ્મ સુધી તેમની સાથે કામ કરનાર એક્ટર્સના નિવેદન રેકોર્ડ કરશે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસને ઉકેલવા માટે પટના પોલિસની ટીમ પૂરી કોશિશ કરી રહી છે. પોલિસે ઘણી મહત્વની માહિતી પણ એકઠી કરી લીધી છે. હવે બિહાર પોલિસના સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા છે કે પટના પોલિસની ટીમ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લા ફિલ્મ સુધી તેમની સાથે કામ કરનાર એક્ટર્સના નિવેદન રેકોર્ડ કરશે. તમને જણાવી દઈએ કે સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને અમુક અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી ત્યારબાદથી કેસની તપાસ માટે પટના પોલિસ મુંબઈમાં છે.

મુંબઈ પોલિસ નથી કરી રહી સહયોગ

મુંબઈ પોલિસ નથી કરી રહી સહયોગ

એવુ કહેવામાં આવી રહ્યુ છે કે મુંબઈ પોલિસ આ તપાસમાં પટના પોલિસનો બિલકુલ સહયોગ નથી કરી રહી. પરંતુ આ રીતની મુશ્કેલીઓ છતાં પટના પોલિસ પોતાના કામમાં લાગેલી છે. આ કેસની તપાસ છેલ્લા દોઢ મહિનાથી મુંબઈ પોલિસ પણ કરી રહી છે પરંતુ તેમના હાથ કંઈ લાગ્યુ નથી. વળી, પટના પોલિસે હજુ ત્રણ દિવસ જ તપાસ કરી છે જેમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. આ ત્રણ દિવસ દરમિયાન પટના પોલિસે ઘણા લોકો સાથે મુલાકાત કરી અને તેમના નિવેદન રેકોર્ડ કર્યા.

મુકેશ છાબડાનુ પણ નિવેદન રેકોર્ડ

મુકેશ છાબડાનુ પણ નિવેદન રેકોર્ડ

પટના પોલિસની ટીમ શુક્રવારે મોડી રાતે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના નિર્દેશક મુકેશ છાબડાના ઘરે પણ પહોંચી અને ત્યાં તેમનુ નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યુ. પોતાના નિવેદનમાં પણ તેમણે કહ્યુ કે સુશાંત આત્મહત્યા ન કરી શકે. તેમના ઉપર કોઈ માનસિક તણાવ હતો એટલા માટે આ કેસની તપાસ જરૂરી છે. આ ઉપરાંત પોલિસે સુશાંતના બેંકર અને હાઉસકીપરની પણ પૂછપરછ કરી છે. સ્ટાફે કહ્યુ કે રિયા ચક્રવર્તીની મંજૂરી વિના ના તો કોઈ ઘરમાં આવી શકતુ હતુ અને ના કોઈ સુશાંતને મળી શકતુ હતુ. તેમણે કહ્યુ કે રિયા સુશાંતના રૂમમાં કોઈને જવા દેતી નહોતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવાનો ઈનકાર

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવાનો ઈનકાર

પોલિસની ટીમ આરએન કૂપર મ્યુનિસિપલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર પાસે પણ પહોંચી હતી પરંતુ ડૉક્ટરે તેમને રિપોર્ટ ન આપ્યો અને એ વિશે જણાવવાનો પણ ઈનકાર કરી દીધો. ડૉક્ટરે કહ્યુ કે તે લોકો મુંબઈ પોલિસને રિપોર્ટ આપી ચૂક્યા છે અને એટલા માટે તેમની પાસેથી જ રિપોર્ટ લેવામાં આવે. વળી, એ સમાચાર પણ છે કે પટના પોલિસે મુંબઈના ડીજીપીને તપાસમાં સહયોગ કરવા અંગે પણ પત્ર લખ્યો છે. જેમાં ઘણા પોઈન્ટ પર તપાસ કરવા સાથે સાથે તેમાં માહિતી ઉપલબ્ધ કરાવવા વિશે કહેવામાં આવ્યુ છે. સાથે જ વિસરા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

બૉડીગાર્ડે કર્યા ઘણા ખુલાસા

બૉડીગાર્ડે કર્યા ઘણા ખુલાસા

આ ઉપરાંત પોલિસે સુશાંતના દોસ્ત મહેશ શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. જેમાં તેમણે રિયા વિશે ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. પોલિસે સુશાંતના બૉડીગાર્ડની પણ પૂછપરછ કરી છે તેે પણ એ જ કહ્યુ કે સુશાંત સુસાઈડ ન કરી શકે. તેમનો ખર્ચ ખૂબ જ ઓછો હતો અને તે સામાન્ય લોકોની જેમ સામાન્ય ભોજન લેતા હતા. આ સાથે બૉડીગાર્ડે એ પણ કહ્યુ કે સુશાંત પોતાના રૂમમાં સૂતા રહેતા હતા અને રિયા પોતાના પરિવાર સાથે તેના ઘરમાં પાર્ટી કરતી હતી. માનવામાં આવી રહ્યુ છે કે પોલિસ આ કેસમાં બૉડીગાર્ડ અને મહેશ શેટ્ટીને મુખ્ય સાક્ષી બનાવી શકે છે. આ સાથે જ આરોપીઓની પૂછપરછ માટે જલ્દી નોટિસ પણ જારી થઈ શકે છે

ગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવનગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવન

English summary
sushant case: bihar police will record statements of actors who worked in last film
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X