ફિલ્મો પામવા નાના પડદાનો ઉપયોગ નથી કર્યો : મનીષ પૉલ

મુંબઈ, 20 મે : નાના પડદાના લોકપ્રિય હોસ્ટ મનીષ પૉલ ટુંકમાં જ મોટા પડદે દેખાશે. તેઓ મિકી વાયરસ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે, પરંતુ મનીષ ભારપૂર્વક કહે છે કે ફિલ્મોમાં આવવાની ઘેલછાના કારણે તેઓ હોસ્ટ નહોતા બન્યાં.

manish-paul

ટેલીવિઝન ઉપર ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર, સા રે ગા મા પા સિંગિંગ સુપરસ્ટાર તથા ઝલક દિખલા જા 5 જેવા અનેક રિયલિટી શોના હોસ્ટ રહી ચુકેલા મનીષ પૉલે જણાવ્યું - એક વખતે હું રેડિયો જૉકી પણ રહી ચુક્યો છું. ઘણા લોકોને એમ લાગે છે કે કદાચ મારી પાસે કોઈ બીજું કામ નથી, તેથી હું કાર્યક્રમોની યજમાની કરુ છું, પરંતુ હકીકત એ છે કે મને જ્યારેય કોઈ કામની ઑફર મળી, મેં એ નથી જોયું કે કામ કેટલું મોટું છે કે નાનું. મેં કામ કર્યું.

મનીષ પૉલ તાજેતરમાં જ સર્વશ્રેષ્ઠ ટેલીવિઝન હોસ્ટ તરીકનો ઇન્ડિયન ટેલી ઍવૉર્ડ જીત્યાં છે. આ શ્રેણીમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને આમિર ખાન જેવા મોટા પડદાના સ્ટાર્સ પણ હતાં. મિકી વાયરસ ઉપરાંત મનીષ પૉલ પાસે બૉલીવુડની વધુ એક ફિલ્મ તેરે બિન લાદેનની સિક્વલ પણ છે.

અભિનય કે હોસ્ટિંગમાંથી કોને વધુ મહત્વ આપો છે, તેવા સવાલના જવાબમાં મનીષ પૉલે જણાવ્યું - મારૂં હંમેશા માનવું રહ્યું છે કે મારૂં કામ લોકોનું મનોરંજન કરવું છે. ભલે તે હોસ્ટ તરીકે હોય કે અભિનેતા તરીકે. જ્યારે હું મુંબઈ આવ્યો હતો, ત્યારે દરેકની જેમ મારૂં પણ સપનું મોટા પડદે દેખાવાનુ હતું, પણ મેં ઉતાવળ ન કરી. મનીષે ફિલ્મની ઑફર મળવા છતાં નાના પડદાનું કામ નથી છોડ્યું. આગળ પણ તેઓ ઝલક દિખલા જા 6ના હોસ્ટ તરીકે નાના પડદે દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X