For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠામાં દિકરીઓને ભણાવવા શંકર ચૌધરીની વાલીઓને અપીલ

સમગ્ર રાજયમાં શરૂ થયેલા ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2022 અંતર્ગત બનાસકાંઠાના વાવ તાલુકાની ઢીમા, પ્રતાપપુર અને તખતપુરા પ્રાથમિક શાળાઓમાં પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્

|
Google Oneindia Gujarati News

સમગ્ર રાજયમાં શરૂ થયેલા ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2022 અંતર્ગત બનાસકાંઠાના વાવ તાલુકાની ઢીમા, પ્રતાપપુર અને તખતપુરા પ્રાથમિક શાળાઓમાં પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક અગ્રણીઓએ ધોરણ-1 અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

Shankar Chaudhary

આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન કરતા શંકર ચૌધરીએ ધોરણ- 1 માં પ્રવેશપાત્ર બાળકોના સુંદર ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે આ વિસ્તારની દિકરીઓને ભણાવવા વાલીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સંગઠન પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આર.ટી.ઓ પાલનપુર પી.બી.સુરાણી, જિલ્લા પંચાયત સદસ્ય જામાજી રાઠોડ, ઢીમા સી.આર.સી વિરજી પટેલ સહિત સામાજિક અગ્રણીઓ, શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને સફળ બનાવ્યો હતો.

ઉલ્લેખનિય છેકે, રાજ્યમાં હાલમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાંથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

English summary
Appeal to Shankar Chaudhary's parents to educate their daughters in Banaskantha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X