For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિઠ્ઠલ રાદડિયાએ મોદી સાથે કરી ગુપ્ત મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

vitthal-radadiya
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી:પોતાના આક્રમક વલણથી જાણિતા દમદાર ખેડૂત નેતા કોંગ્રેસી ધારાસભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયા તેમના પુત્ર ધારાસભ્ય જયેશ રાદડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડક્યું હતું. ત્યારે આજે રવિવારે વિઠ્ઠલ રાદડિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં સતત મારી અવગણના થઇ છે. જેથી મેં ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું છે. આ અંગે હું બે ત્રણ દિવસમાં જાહેરાત કરી દઇશ.

વિઠ્ઠલ રાદડિયાને ભાજપમાં જોડાવવા માટે તેમના પુત્ર અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને પ્રધાનપદ આપવાની ઓફર કરવામાં આવી છે. જો કે, વિઠ્ઠલ રાદડિયાને ભાજપની ટિકીટ પરથી પોરંબદર લોકસભા લડાવવામાં આવશે અને ધોરાજીની ખાલી થનારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુને લડાવવામાં આવશે તેવું ભાજપના આંતરિક સૂત્રો દ્રારા જાણવા મળ્યું હતું.

જયેશ રાદડિયા અને વિઠ્ઠલ રાદડિયા ધારાસભ્યપદેથી આવતીકાલે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રાજીનામાં ધરી દેશે અને વિઠ્ઠલભાઈ લોકસભાની જ્યારે જયેશ રાદડિયા જેતપુરની બેઠક પરથી પુન: ઝંપલાવશે.

વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં છેલ્લા કેટલાયે વરસોથી એકહથ્થું ચલાવે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપરાંત સહકારી બેંકમાં તેમનો ડંકો વાગે છે. સહકારી ક્ષેત્ર અને દબદબો રહે તો જ તેમનું રાજકીય અસ્તિત્વ‌ રહી શકે તેમ હોવાથી તેમણે માતૃસંસ્થા-ભાજપમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

English summary
Dhoraji MLA Vithal Radadiya, the lone Congress strongman in the politically crucial Saurashtra region, is set to cross over to BJP along with his son Jayesh, who is Congress MLA from Jetpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X