કચ્છમાં રેક્ટર સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતના કચ્છ સહિત કેટલાક જિલ્લાઓમાં ભૂકંપ ના ઝાટકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર ભૂકંપની વધુ અસર કચ્છના વિસ્તારોમાં જોવા મળી છે. જો કે, ભૂકંપને કારણે જાન-માલની હાનિ થઇ હોવાની કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

earthquake

ગાંધીનગર ભૂકંપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂના અધિકારીએ જણાવ્યું કે, કચ્છમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના રાપડ વિસ્તારથી 17 કિલોમીટર દૂર હતું.

કચ્છના વિસ્તારોમાં ભૂકંપના ઝાટકાથી લોકો ડરી ગયા હતા, ત્યાં ભૂકંપના ઝાટકાની વધુ અસર જોવા મળી હતી. જો કે, અધિકારીઓ અનુસાર, આ કારણે કોઇ પણ પ્રકારનું નુકસાન નથી થયું. રાપડથી 17 કિલોમીટર દૂર ભૂકંપના ઝાટકાની અસર બચાઉ વિસ્તારમાં પણ જોવા મળી હતી. પ્રશાસને સાવચેતી દાખવતા આપાતકાલિન સ્થિતિ સામે લડવા એનડીઆરએફની ટીમો રાપડ અને બચાઉ વિસ્તારમાં મોકલી આપી હતી. સાથે જ લોકોને પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું હતું.

અહીં વાંચો - વસીમ અને નઈમની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા

ઉલ્લેખનીય છે કે, 4 માર્ચના રોજ લગભગ આટલી જ તીવ્રતાનો ભૂકંપ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુર માં પણ અનુભવાયો હતો. મણિપુરના ચંદેલ જિલ્લામાં આવેલા ભૂકંપમાં પણ કોઇ જાન-માલની હાનિ થઇ હોવાની જાણકારી નહોતી મળી. મણિપુરમાં શનિવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા અને આ જ દિવસે મણિપુર વિધાનસભાના પહેલા તબક્કાનું મતદાન પણ હતું. મણિપુરમાં આવેલ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી.

English summary
Earthquake of magnitude 4.0 on Richter scale shake parts of Gujarat Kutch district.
Please Wait while comments are loading...