For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં પણ વસે છે એક ગુજરાત, ગુજરાતીઓ દીપાવે છે ફ્લોરિડા

By Gajendra
|
Google Oneindia Gujarati News

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કવિશ્રી અદરેશર ખબરદારની આ પંક્તિઓને આજે દરેક ગુજરાતી જીવી રહ્યો છે અને તેને સાકાર કરી રહ્યો છે. કવિએ આ પંક્તિઓ લગભગ છ દાયકા પહેલા લખી હતી કદાચ તેમને એ વાતનો અંદાજ હશે કે ગુજરાતીઓ જ્યાં જશે ત્યાં પોતાના વારસાને પણ બહોળાશ આપશે. આપણે ત્યા એવી માન્યતા પ્રચલિત છે કે લોકો વિદેશમાં જાય એટલે ત્યાની પહેરવેશને, ત્યાની રહેણીકરણીને અપનાવી લે છે. અને પૂરેપૂરા વિદેશી બની જાય છે. જોકે ગર્વન્તા ગુજરાતીઓના મામલે એવું નથી. ગુજરાતીઓનું જરા ઉલટું છે. ગુજરાતીઓ અંગ્રેજ તો ના જ બને પરંતુ અંગ્રેજને ગુજરાતી જરૂર બનાવી દે. એ જ્યાં જાય પોતાનું અલાયદુ ગુજરાત બનાવી લે છે.

અહીં વાત કરવાની છે અમેરિકાના ફ્લોરિડામાં વસતા ગુજરાતી ભાઇ-ભાંડુઓની. ફ્લોરિડા દક્ષિણ અમેરિકામાં આવેલ એક ટાપુ પ્રદેશ છે. જેની પાસે એટલાન્ટિક સમુદ્રનો વિશાળ દરિયા કિનારો છે. જેના કારણે ફ્લોરિડાની ધરતી પર ચાર ચાંદ લાગી જાય છે. અને તેવામાં અહીં વસતા ગુજરાતીઓએ ફ્લોરિડાની ધરતીની સુંદરતા વધારી દીધી છે. જોકે ઘણા વર્ષોથી વિદેશમાં વસવાટ કરવા છતાં તેઓ વિદેશી નથી બની ગયા. તેમણે વિદેશી સંસ્કૃતિને અપનાવી છે જરૂર પરંતુ પોતાના સાંસ્કૃતિક વારસાને રતિભર પણ નથી વિસર્યા. તેઓ પોતાની માટીને પોતાની સંસ્કૃતિને રોજ જીવે છે.

ફ્લોરિડામાં વસતા ગુજરાતીઓએ પોતાનું એક સર્કલ બનાવ્યું છે. તેમના સર્કલનું નામ છે 'ગુજરાતી સોસાયટી, સેન્ટ્રલ ફ્લોરિડા'. ફ્લોરિડામાં વસતા દરેક ગુજરાતીઓ આ ગુજરાતી સોસાયટી સાથે સંકળાયેલા છે. એવું માની લો કે તેમણે ફ્લોરિડાની ધરતી પર પોતાનું ગુજરાત ઉભું કરી લીધું છે. તેઓ અહીં વારતહેવારે મળતા રહે છે. તેઓ અહી નવરાત્રીનું આયોજન કરીને ગરબે પણ ગૂમે છે અને ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવી કાઇપો છેની બૂમો પણ પાડે છે.

ગુજરાતી સોસાયટી દ્વારા ગુજરાતી નાટકોનું આયોજન પણ કરવામાં આવે છે. તેમણે જાણીતા કોમેડિયન સિદ્ધાર્થ રાંદેરિયાનું નાટક 'ગુજ્જુભાઇની ગોલમાલ'ના શોનું આયોજન કર્યું છે. ત્યારબાદ માર્ચમાં તેમણે હોળી સેલિબ્રેશનનું પણ આયોજન કર્યું છે. ગુજરાતી સોસાયટીનો આ પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે તેમના બાળકો, યુવાનો, મહિલાઓમાં તેમજ ફ્લોરિડાના સ્થાનિક લોકો પણ ગુજરાતની સંસ્કૃતિથી અવગત થાય. અને ગુજરાત અને હિન્દુસ્તાનના વારસાની જાળવણી થતી રહે. વિદેશમાં વસતા આવા ગુજરાતી અને અન્ય હિન્દુસ્તાની સમાજને સલામ જે પોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે અથાગ પ્રયત્નો કરે છે.

અત્રે પ્રસ્તુત છે ગુજરાતી સોસાયટી, સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા કરવામાં આવેલી ઉજવણીની કેટલીક તસવીરો...

Celebration by Gujarati society in Florida
Celebration by Gujarati society in Florida
Celebration by Gujarati society in Florida
Celebration by Gujarati society in Florida
Celebration by Gujarati society in Florida
Celebration by Gujarati society in Florida
Celebration by Gujarati society in Florida

English summary
Florida convert into Gujarat through Gujarati Society, central florida.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X