For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમાચલ પ્રદેશમાં 100 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો, પીએમ મોદીએ પ્રશંસા કરી!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિમાચલ પ્રદેશના આરોગ્ય કર્મચારીઓ અને કોરોના રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી.

|
Google Oneindia Gujarati News

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિમાચલ પ્રદેશના આરોગ્ય કર્મચારીઓ અને કોરોના રસીના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન શિમલાની સિવિલ હોસ્પિટલના ડો.રાહુલે જણાવ્યું કે, લોકોમાં કોરોનાની રસી વિશે જાગૃતિ ફેલાવવા માટે ટીમો બનાવવામાં આવી હતી, જે ઘરે ઘરે જઈને લોકોને કોરોના વાયરસ અને રસી વિશે જાગૃત કરે છે.

Himachal Pradesh

આ દરમિયાન, પીએમ મોદીએ મંડી નિવાસી દયાલ સિંહ સાથે વાત કરતા કહ્યું કે, મેં જોયું કે તમામ સ્ટાફ મેમ્બર્સ અને ડોકટરો, નર્સો મળીને રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. હવે આપણે રસીકરણનું અભિયાન પૂર્ણ કરવામાં કોઈ ઢીલ ન બતાવવી જોઈએ. વીડિયો કોન્ફરન્સિંગમાં રાજ્યના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશે 100 ટકા વસ્તીને કોરોનાનો પ્રથમ ડોઝ નો લક્ષ્ય હાંસલ કર્યો છે. હવે અમારું લક્ષ્ય 30 નવેમ્બર સુધીમાં રાજ્યની સમગ્ર વસ્તીને કોરોના રસીના બંને ડોઝ આપવાનું છે.

ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી મહિનામથી દેશભરમાં શરૂ થયેલું રસીકરણ અભિયાન ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે. હાલ ભારતના મોટા ભાગના રાજ્યોમાં રસીકરણના આંકડા વેગ પકડી રહ્યાં છે. આ દિવસોમાં જ ભારતે એક દિવસમાં એક કરોડથી વધુ વેક્સિન આપવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વેક્સિનેશન ઝડપ તો પકડી રહ્યું છે પરંતુ ત્રીજી લહેરની સંભાવના પ્રબળ બની રહી છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે.

English summary
100% people in Himachal Pradesh get first dose of vaccine, PM Modi praises!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X