For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાંથી 40 હજાર છોકરીઓ ગુમ, આના પર 'Gujarat Story' બનાવવાની માંગ કરનારાને પોલીસે આપ્યો જવાબ

|
Google Oneindia Gujarati News

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' રિલીઝ થયા બાદ મીડિયામાં એક અહેવાલ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'ગુજરાતમાં 5 વર્ષમાં 40,000 મહિલાઓ ગુમ થઈ છે'. આ ડેટા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)નો છે.

આ અહેવાલ સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓ સહિત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યુ કે 'ધ કેરળ સ્ટોરી' જેવી 'ધ ગુજરાત સ્ટોરી' ક્યારે આવશે. હવે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે એ 40 હજાર છોકરીઓ ક્યાં છે.

girls

પ્રીતિ ઝિંટા પરિવાર સાથે પહોંચી હાટકોટી મંદિર, બાળકોનુ કરાવ્યુ મુંડન, Video વાયરલપ્રીતિ ઝિંટા પરિવાર સાથે પહોંચી હાટકોટી મંદિર, બાળકોનુ કરાવ્યુ મુંડન, Video વાયરલ

એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ તેમના તાજેતરના નિવેદનમાં કહ્યું, 'ભાજપ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને સમર્થન આપી રહી છે. તેમની માંગ છે કે ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવે. પરંતુ હવે જ્યારે વાત સામે આવી છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 40 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ છે. મહારાષ્ટ્રમાંથી દરરોજ 70 છોકરીઓ ગુમ થાય છે, તો શું ભાજપ હવે 'ધ ગુજરાત સ્ટોરી' અને 'ધ મહારાષ્ટ્ર સ્ટોરી' નામની ફિલ્મો બનાવશે.

છેલ્લા કેટલાક દિવસોમાં વિપક્ષના ઘણા નેતાઓ દ્વારા આવી ટ્વીટ કરવામાં આવી હતી. ટ્વિટર પર હેશટેગ #GujaratStory ટ્રેન્ડ થવા લાગ્યો. હવે ગુજરાત પોલીસે 08 મે 2023 ના રોજ સાંજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે 40 હજાર મહિલાઓમાંથી 95 ટકા તેમના ઘરોમાં છે અને પરિવાર સાથે સંપર્કમાં છે. વળી, 5 ટકા છોકરીઓ તેમના ઘરે જવા માંગતી નથી.

Sleep Divorce: શું છે આ 'સ્લીપ ડિવૉર્સ'?, કેમ વધી રહ્યુ છે આ ચલણ? પતિ-પત્નીના રિલેશન માટે સારુ છે કે ખરાબ?Sleep Divorce: શું છે આ 'સ્લીપ ડિવૉર્સ'?, કેમ વધી રહ્યુ છે આ ચલણ? પતિ-પત્નીના રિલેશન માટે સારુ છે કે ખરાબ?

ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે, 'નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB), નવી દિલ્હીના ડેટા સ્ત્રોતને ટાંકીને મીડિયા અહેવાલો આવ્યા છે કે ગુજરાતમાં 5 વર્ષમાં 40,000 મહિલાઓ ગુમ થઈ છે. જોકે, ક્રાઈમ ઈન ઈન્ડિયા-2020માં પ્રકાશિત થયેલા આંકડા અનુસાર, 2016-20ના સમયગાળા દરમિયાન 41,621 મહિલાઓ ગુમ થઈ હતી.'

આગામી ટ્વીટમાં, ગુજરાત પોલીસે જણાવ્યુ હતુ કે, 'નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, ગુજરાત પોલીસ દ્વારા 39,497 (94.90%) ગુમ થયેલી મહિલાઓને શોધી કાઢવામાં આવી છે અને તેઓ તેમના પરિવારો સાથે છે. આ માહિતી ક્રાઈમ ઇન ઇન્ડિયા-2020માં પણ આવી છે.'

Vijay Deverakonda Birthday: વિજય દેવરકોંડા જીવે છે લક્ઝુરીયસ લાઈફ, જાણો કુલ સંપત્તિVijay Deverakonda Birthday: વિજય દેવરકોંડા જીવે છે લક્ઝુરીયસ લાઈફ, જાણો કુલ સંપત્તિ

ગુજરાત પોલીસે આગળના ટ્વિટમાં લખ્યું, 'મહિલાઓની શોધ કર્યા પછી, તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ પારિવારિક વિવાદ, ઘરેથી ભાગી જવા, પરીક્ષામાં નાપાસ થવા જેવા કારણોસર ગુમ થઈ જાય છે. જો કે ગુમ થયેલા કેસોની તપાસમાં જાતીય શોષણ, માનવ તસ્કરી જેવા મામલા શોધી કાઢવામાં આવ્યા નથી.'

ગુજરાત પોલીસે તેના છેલ્લા ટ્વીટમાં લખ્યુ, 'સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિના કેસોની તપાસ ભારતની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા મુજબ કરે છે અને રાષ્ટ્રીય સ્તરના સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ માટેનો ડેટા સમર્પિત વેબસાઇટ પર ફીડ કરવામાં આવે છે.'

NEET Exam: છોકરીઓને ખુલ્લામાં બદલાવ્યા કપડા, અંદર હાથ નાખીને ચેક કરાયા ઈનરવેરNEET Exam: છોકરીઓને ખુલ્લામાં બદલાવ્યા કપડા, અંદર હાથ નાખીને ચેક કરાયા ઈનરવેર

English summary
Gujarat Police Fact Check on 40,000 women missing in Gujarat 5 years after demand Gujarat Story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X