For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા ગેંગરેપ કેસઃ નિર્ભયાના દોષિતોએ કરી ક્યુરેટિવ અરજી

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા દોષિતો અક્ષય, વિનય અને પવને સુપ્રીમ કોર્ટમા ક્યુરેટિવ અરજી કરી છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા દોષિતો અક્ષય, વિનય અને પવને સુપ્રીમ કોર્ટમા ક્યુરેટિવ અરજી કરી છે. નિર્ભયા ગેંગરેપના દોષિતોએ તિહાર જેલ પ્રશાસનને પોતાનો જવાબ આપી દીધો. ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ પર તિહાર જેલ પ્રશાસને ચારે દોષિતોને નોટિસ આપી હતી.

સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અક્ષયની પુનર્વિચાર અરજી

સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અક્ષયની પુનર્વિચાર અરજી

તમને જણાવી દઈએ કે આ પહેલા નિર્ભયા ગેંગરેપના ગુનેગાર અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે નિર્ભયા કેસમાં તપાસ અને ટ્રાયલ એકદમ યોગ્ય થયા, દોષિતોએ આના પર સવાલ ઉઠાવ્યા હતા. આ કેસમાં સુનાવણી દરમિયાન અક્ષયના વકીલે નિર્ભયાના દોસ્તના કથિત ખુલાસાનો હવાલો આપ્યો હતો જેને કોર્ટે અપ્રાસંગિક ગણાવ્યુ હતુ.

એક દોષીનુ થઈ ચૂક્યુ છે મોત

એક દોષીનુ થઈ ચૂક્યુ છે મોત

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ કેસમાં છ દોષિતોમાંથી એકનુ જેલમાં મોત થઈ ચૂક્યુ છે. જ્યારે એક સગીર દોષી સજા ભોગવીને જેલમાંથી બહાર આવી ચૂક્યો ચે. 16 ડિસેમ્બર, 2012ની રાતે થયેલી આ હેવાનિયત ભરેલી ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો. જટિલ લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ કેસ પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યાના કેસમાં દોષી મુકેશ, પવન શર્મા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસી આપવાની તૈયારી થઈ રહી છે.

આ પણ વાંચોઃ હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીથી ઠુઠવાયુ સમગ્ર ઉત્તર ભારત, શાળા-કોલેજો બંધઆ પણ વાંચોઃ હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીથી ઠુઠવાયુ સમગ્ર ઉત્તર ભારત, શાળા-કોલેજો બંધ

તિહાર જેલ

તિહાર જેલ

જો કે મીડિયા સૂત્રો મુજબ નિર્ભયા ગેંગરેપના દોષીતોને ફાંસી આપવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. જે જગ્યાએ ફાંસી આપવાની છે ત્યાં સાફ-સફાઈનુ કામ પણ શરૂ થઈ ગયુ છે. જેલે ડમી ફાંસીની ટ્રાયલ પણ કરી છે. તમને જણાવી દઈએ કે ફાંસીનો તખ્તો જેલ નંબર-3માં છે. આ જેલ નંબર 3માં સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરુને રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગેટ નંબર 3થી પ્રવેશ કરતા જ જમણી તરફ ફાંસી છે જ્યાં ચારે દોષીતોને લટકાવવાની તૈયારી ચાલી રહી છે.

English summary
After SC rejected review petition of Akshay Kumar Singh, one of the convicts have filled curative petition before filing the mercy plea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X