કેબિનેટ બેઠકના મહત્વપૂર્ણ નિર્ણયો, ઘર ખરીદનારને રાહત

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવાયા છે. સામાન્ય જનતાને મોદી સરકાર તરફથી ભેટ મળી છે. ખાસ કરીને ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે રાહતના સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધુ લોકોને મળે એ હેતુથી વ્યાજ દરની સબસિડીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સાથે જ જીએસટીમાં પણ રાહત આપવામાં આવી છે. અત્યાર સુધીના નિયમો અનુસાર 90 વર્ગ સેન્ટિમીટરના એરિયા પર સબસિડી મળતી હતી, હવે આ માપ વધારીને 120 વર્ગ સેન્ટિમીટર કરવામાં આવ્યું છે. કાર્પેટ એરિયામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

home

સીમિત આવક ધરાવતા તથા ગરીબ લોકોને આ પરિવર્તનથી ઘણો લાભ મળશે. આ આવાસ યોજના હેઠળ સરકાર ઓછી આવક ધરાવતા લોકોને ઓછા વ્યાજ દરે લોન ફાળવે છે, પરંતુ હવે સરકારે સબસિડીનો વ્યાપ વધારીને તેમને રાહત આપી છે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોન લેવાથી માત્ર 6.5 ટકાના દરે વ્યાજ આપવાનું રહેશે. આ સાથે જ સરકારે પ્રોફિટ વિરોધી અખિલ ભારતીય સમિતિની(નેશનલ એન્ટિ-પ્રોફિટિયરિંગ ઓથોરિટી - NAA) સ્થાપના માટે પણ લીલી ઝંડી ફરકાવી છે. આ સમિતિનો લાભ સામાન્ય લોકોને મળશે. જીએસટીના દરો ઘટ્યા પછી પણ જે લોકો એનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચવા નથી દેતા, એવો લોકો પર આ સમિતિ કાર્યવાહી કરશે.

English summary
The Union Cabinet approved establishing the National Anti-profiteering Authority (NAA) under GST to ensure that benefit of the reduction in prices under the uniform tax regime reaches the consumers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.