For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને પણ આપ્યો પાકિસ્તાનને ઝટકો, ભારતની કાર્યવાહી પર સાધ્યુ મૌન

ભારત દ્વારા બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એકદમ અલગ પડી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ભારત દ્વારા બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એકદમ અલગ પડી ગયુ છે. તેના સૌથી મોટા સહયોગી દેશ ચીને પણ ભારતની આ કાર્યવાહી અંગે પાકિસ્તાનના પક્ષમાં કોઈ નિવેદન જાહેર કર્યુ નથી. અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસેન હક્કાનીએ કહ્યુ, આ એકદન સ્પષ્ટ છે કે ચીન સહિત કોઈ પણ દેશે ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના પક્ષમાં બોલ્યુ નથી. તેમણે કહ્યુ કે આ એ વાતનો પુરાવો છે કે આતંકીઓને સુરક્ષિત શરણ આપનારાઓ પર દુનિયાની ધીરજ હવે ખૂટી ગઈ છે.

Hussain Haqqan

તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે નિયંત્રણ રેખા (એલઓસી) થી લગભગ 80 કિલોમીટર દૂર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ શિબિરને બોમ્બથી ઉડાવી દીધુ. આ હુમલામાં જૈશના ઘણા વરિષ્ઠ કમાંડરોના માર્યા જવાના સમાચાર છે. હક્કાનીએ કહ્યુ કે અહીં સુધી કે પાકિસ્તાનને તેની સીમાની અંદર કાર્યવાહી પર ભારતના વિરોધમાં સમર્થન આપવાના બદલે ચીને પણ બંને પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી.
તેમણે આગળ કહ્યુ કે પાકિસ્તાનમાં અતિ રાષ્ટ્રવાદની ભાવનાઓ ભલે આ વાતને સ્વીકારવા તૈયાર ન હોય પરંતુ દુનિયાની ધીરજ આતંકીઓને શરણ આપનારાઓ પર તૂટી રહી છે અને આ પાકિસ્તાન માટે બિલકુલ સારુ નથી. હક્કાની શક્તિશાળી પાકિસ્તાની સેના સાથે રહે છે. તેમણે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સમૂહોથી ઘણીવાર ધમકીઓ મળતી રહે છે. એક અન્ય પાકિસ્તાની સ્કૉલર મોઈદ યૂસુફે કહ્યુ કે વૈશ્વિક મંતવ્ય પાકિસ્તાન સાથે નથી.

ભારતીય સેનાની કાર્યવાહી બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગે કહ્યુ કે, 'હું કહેવા ઈચ્છીશ કે દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન બંને મહત્વપૂર્ણ દેશ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે મજબૂત સંબંધો અને સહયોગથી બંને દેશોના હિત પૂરા થશે અને દક્ષિણ એશિયામાં પણ શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે. અમે આશા કરીએ છીએ કે ભારત-પાકિસ્તાન બંને સંયમ જાળવશે અને પોતાના સંબંધો સુધારવા માટે વધુ કોશિશ કરશે.'

આ પણ વાંચોઃ એલઓસી પર ભારે ફાયરિંગ, ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરીઆ પણ વાંચોઃ એલઓસી પર ભારે ફાયરિંગ, ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરી

English summary
Ex Pak Envoy Hussain Haqqan says No Country Spoke In Our Favour On Indian Strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X