For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ સામે લડવા માટે થઈ રહેલા ખર્ચ વિશે ગૃહ મંત્રાલયના રાજ્ય સરકારોને નિર્દેશ

જાનલેવા કોરોના વાયરસા ખતરા વચ્ચે સરકાર લોકોને આનાથી બચવા માટે દરેક સંભવ પગલાં લઈ રહી છે. ગૃહ મંત્રાલયે દેશના બધા રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ફેલાઈ રહેલ જાનલેવા કોરોના વાયરસા ખતરા વચ્ચે સરકાર લોકોને આનાથી બચવા માટે દરેક સંભવ પગલાં લઈ રહી છે. ગૃહ મંત્રાલયે દેશના બધા રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે તેમના માટે અસ્થાયી રીતે રહેવા માટે જગ્યા બનાવવામાં આવે, ભોજન, કપડા, દવા વગેરે પૂરી પાડવામાં આવે. સાથે જ સેમ્પલ કલેક્શન માટે જે ખર્ચ થાય તેનુ વહન કરવામાં આવે. લોકોની તપાસ, સ્ક્રીનિંગ વગેરેના ખર્ચ સરકાર ઉઠાવે. આના માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશનના ફંડનો ઉપયોગ કરી શકાય છે.

coronavirus

આ ઉપરાંત પત્રમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસને ટેસ્ટ કરવા માટે સરકારી હોસ્પિટલોમાં લેબને સ્થાપિત કરવામાં આવે. આરોગ્ય, નિગમ, પોલિસ, ફાયર વિભાગમાં કામ કરતા લોકોની સુરક્ષાનો પૂરતુ ધ્યાન રાખવામાં આવે અને કોરોના વાયરસ સામે લડવા માટે જરૂરી વસ્તુઓના ખર્ચનુ વહન કરવામાં આવે. ગૃહમંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે આના માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ફંડનો ઉપયોગ ના કરવામાં આવે પરંતુ આના માટે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડનો ઉપયોગ કરવામાં આવે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ શું છે હોમ ક્વારંટાઈન? જેના વિશે સરકારે જારી કર્યા દિશા-નિર્દેશઆ પણ વાંચોઃ કોરોના વાયરસઃ શું છે હોમ ક્વારંટાઈન? જેના વિશે સરકારે જારી કર્યા દિશા-નિર્દેશ

English summary
MHA direction to all states for the use of fund in wake of coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X