For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ મંકી વાયરસે લીધા 3ના જીવ, 15 લોકોમાં જોવા મળ્યો આ વાયરસ

કર્ણાટકના શિમોગા જિલ્લામાં 15 લોકો મંકી ફિવરના શિકાર જોવા મળ્યા છે. આ બધા લોકોના ટેસ્ટમાં મંકી ફિવર જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના શિમોગા જિલ્લામાં 15 લોકો મંકી ફિવરના શિકાર જોવા મળ્યા છે. આ બધા લોકોના ટેસ્ટમાં મંકી ફિવર જોવા મળ્યો છે. આ બિમારીના કારણે શહેરના લોકોમાં જબરદસ્ત ડરનો માહોલ છે. ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી આ બિમારીના કારણે 3 ના મોત થઈ ચૂક્યા છે. કોસનુર ફોરેસ્ટ ડિસીઝને મંકી ફિવરના નામથી ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આ બિમારીએ કુલ 15 લોકને પોતાના શિકાર બનાવ્યા છે જેના ટેસ્ટ સકારાત્ક જોવા મળ્યા છે.

death

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મંકી ફિવરનું ટીકાકરણ કરવામાં આવી રહ્યુ છે. આ ટીકાકરણ અભિયાન મુખ્ય રીતે અરાલગુડુ ગ્રામ પંચાયતમાં ડિસેમ્બર 2018થી ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં આના કારણે ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. વિસ્તારમાં એક બંદરના મોત બાદ આ બિમારી સામે આવી હતી. ત્યારબાદ તરત જ પાંચ કિલોમીટરના વિસ્તારમાં ટીકાકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યુ છે. એટલુ જ નહિ પ્રશાસન તરફથી વિસ્તારોમાં જે પણ લોકો બિમાલ થયા છે તેમના પર નજર રાખવામાં આવી રહી છે.

જિલ્લા પ્રશાસન તરફથી લોકોને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે જો ક્યાંક કોઈ બંદરનું મોત થાય તો તેના 50 મીટર સુધી કોઈ નહિ જાય. તમને જણાવી દઈએ કે મંકી ફીવર મુખ્ય રીતે હનુમાન લંગૂર અને બંદરો તરફથી એક પ્રજાતિ મકાકા રેડિયાટાથી ફેલાય છે. તેના કાપવાથી આ બિમારી અન્ય લોકોમાં ફેલાય છે. આ વાયરસ સૌથી પહેલા 1957માં કર્ણાટક કેસનૂર જંગલ વિસ્તારમાં જોવા મળ્યો હતો. જેના કારણે સેંકડો બંદરોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચોઃ સાઉદી મહિલા એરપોર્ટ પર અટકાવાઈ બોલી, દેશમાં પાછી મોકલી તો પરિવાર મારી નાખશેઆ પણ વાંચોઃ સાઉદી મહિલા એરપોર્ટ પર અટકાવાઈ બોલી, દેશમાં પાછી મોકલી તો પરિવાર મારી નાખશે

English summary
Monkey fever in Karnataka takes many life several found infected of this virus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X