For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે કાઝિરંગામાં ગેંડાઓની સુરક્ષાનો ખ્યાલ રાખશે ડ્રોન

|
Google Oneindia Gujarati News

drone-in-kaziranga
ગુવાહાટી, 10 એપ્રિલ : આસામમાં આવેલા કાઝીરંગા રાષ્ટ્રીય વન ઉદ્યાનમાં ગેંડાના ગેરકાયદેસર શિકારની વધતી ઘટનાઓની સમસ્યાને રોકવા માટે માનવ રહિત વિમાનો અથવા તો ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે વન ઉદ્યાનના પ્રમુખ એન કે વાસુના જણાવ્યા અનુસાર જંગલી પ્રાણીઓની રક્ષા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય એક મહત્વનું પગલું છે.

તેમણે જણાવ્યું કે "અત્યંત સંગઠિત ગેંડાના શિકારીઓનો ત્રાસ રોકવા માટે તે અમારી મદદ કરશે. આ પહેલા આસામના વન મંત્રી રકીબુલ હુસૈને ગેંડાના ગેરકાયદેસર શિકારની તપાસ સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો." નોંધનીય છે કે વિશ્વના બે તૃતીયાંશ ગેંડા માત્ર કાઝીરંગામાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં હાથી, વાઘ અને અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે.

રકીબુલ હુસૈને જણાવ્યું કે જમીન અને આકાશની સાથે રાખવામાં આવનારી નજરમાં હવેથી ગેંડાના શિકારીઓ શિકાર કરવાની હિંમત કરશે નહીં. જો કે વન વિભાગના સુરક્ષા ગાર્ડ બહુ સારા છે. પણ તેઓ આટલા મોટા જંગલ પર નજર રાખી શકવા માટે અક્ષમ છે. હવે તેઓ સીધા એ સ્થળે પહોંચી શકશે જ્યાં તેમની જરૂર હશે.

તેમણે જણાવ્યું કે ડ્રોનની મદદથી 430 વર્ગ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા જંગલના દરેક ખૂણામાં હવે નજર રાખવી સરળ બની જશે. આ ડ્રોન એટલું હલકું છે કે તેને હાથથી જ છોડી શકાય છે. તેમાં રાખવામાં કેમેરા આકાશની નીચેની તમામ ગતિવિધિઓની તસવીરો લઇ શકે છે.

ડ્રોન 200 મીટરની ઊંચાઇ પર સેટ કરવામાં આવેલા પ્રોગ્રામ અનુસાર 90 મીનિટ સુધી ચક્કર લગાવી શકે છે. ત્યાર બાદ તેની બેટરી ચાર્જ કરવાની જરૂર પડે છે. પાછલા વર્ષે શિકારીઓએ એક શિંગડા વાળા 22 ગેંડાઓની હત્યા કરી દીધી હતી. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ 16 ગેંડાઓની હત્યા કરી દેવામાં આવી છે.

ગયા વર્ષે નેશનલ પાર્કમાં કરવામાં આવેલી ગેંડાઓની વસતી ગણતરી અનુસાર ત્યાં 2329 ગેંડા છે. જે વર્ષ 2012માં નોંધાયેલા 2290 કરતા થોડા વધારે છે. ગેંડાઓને તેમના શિંગડા માટે મારી નાખવામાં આવે છે. તેમના શિંગડામાંથી 30 લાખ ડોલર સુધીની આવક થઇ શકે છે.

English summary
Now Drone would check Rhinos security in Kaziranga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X