For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મયપ્પન વિરુદ્ધ કાર્યવાહી કરે બીસીસીઆઇ: સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: સર્વોચ્ચ અદાલતે આઇપીએલ છ ફિક્સિંગ મામલામાં મંગળવારે સતત બીજા દિવસે સુનાવણી કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ચેન્નઇ સુપરકિંગ્સના પૂર્વ અધિકારી અને સટ્ટેબાજીમાં દોષી પામેલા ગુરુનાથ મયપ્પનની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

સર્વોચ્ચ અદાલતે ક્રિકેટ પ્રશાસક તરીકે કિનારો કરવા છતાં એન શ્રીનિવાસનના તમિલનાડુ ક્રિકેટ સંઘની બેઠકમાં ભાગ લેવા પર પણ વાંધો ઊઠાવવામાં આવ્યો. જ્યારે શ્રીનિવાસને આ મુદ્દા પર પોતાની ભૂલ સ્વીકારી અને જણાવ્યું કે તેમને બેઠકોમાં ભાગ લેવો જોઇતો ન્હોતો.

meiyappan
ન્યાયમૂર્તિ ટીએસ ઠાકૂર અને ન્યાયમૂર્તિ એફએમઆઇ કલીફુલ્લાકી ખંડપીઠે જણાવ્યું કે અમે મયપ્પન વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇચ્છીએ છીએ. તેમની વિરુદ્ધ સજાનો નિર્ણય કેવી રીતે કરવામાં આવે અને સમય મર્યાદા શું રહે તે બોર્ડ નક્કી કરે. અમે બીસીસીઆઇના કામમાં હસ્તક્ષેપ કરવા નથી ઇચ્છતા.

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ બીસીસીઆઇની કાર્ય પદ્ધતિમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરવા નથી માંગતી અને તેના માટે તેમણે બોર્ડને ચાર વિકલ્પ સૂચવ્યા છે. ન્યાયાલયે વિકલ્પોમાં જણાવ્યું છે કે અથવા તો એન શ્રીનિવાસન બોર્ડથી અલગ થઇ જાય અને બોર્ડની સમિતિને મયપ્પનની વિરુદ્ધ કાર્યવાહી કરવા દે, બે જજોની સ્વતંત્ર સમિતિ બનાવવામાં આવે જે મયપ્પનને સજાના મામલાને જુએ, ત્રીજું આઇપીએલની ગવર્નિંગ કાઉંસિલ મયપ્પનની સજાનો નિર્ણય કરે અને ચોથું, મુદગલ સમિતિ મયપ્પનને સજાનો નિર્ણય કરે.

સર્વોચ્ચ અદાલતે સાથે જ જણાવ્યું કે શ્રીનિવાસન મયપ્પનની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરવાનો આરોપી છે અને હવે કોર્ટ ઇચ્છે છે કે બીસીસીઆઇ આ મામલામાં મયપ્પન વિરુદ્ધ સજા નક્કી કરે.

bcci
આ પહેલા સોમવારે પણ અદાલતે આ મામલા પર સુનાવણી કરી હતી જેમાં જણાવ્યું હતું કે બીસીસીઆઇની પ્રક્રિયાઓથી અલગ કરવામાં આવેલા શ્રીનિવાસનનો આઇપીએલમાં ટીમ ખરીદવી અને બોર્ડના અધ્યક્ષ પદ પર રહેવું હિતોના ટકરાવનો મામલો છે અને તેનાથી ઇનકાર કરી શકાય નહીં. શ્રીનિવાસન તરફથી પૂર્વ કાનૂન મંત્રી કપિલ સિબ્બલે દલિલ કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જણાવ્યું કે ક્રિકેટની સૂચિતા યથાવત રહેવી જોઇએ અને તેની સાથે જોડાયેલ તમામ પદાધિકારી શંકાના ઘેરામાંથી બહાર હોવા જોઇએ. આઇપીએલ છમાં સટ્ટેબાજી મામલાની તપાસ માટે કોર્ટે ન્યાયાધિશ મુકુલ મુદગલની અધ્યક્ષતામાં તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિએ મયપ્પનને ટૂર્નામેન્ટ દરમિયાન સટ્ટેબાજીમાં દોષી પામ્યા હતા.

English summary
SC asks BCCI to act against Meiyappan in IPL corruption case and keep Srinivasan out of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X