For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિફોર્મ સિવિલ કોડને લઈને દિલ્દી હાઇકોર્ટની કેન્દ્રને ટકોર

દિલ્હી હાઇકોર્ટની ટીપ્પણી બાદ કોમન સિવિલ કોડને લઈને ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. દિલ્હી હાઇકોર્ટે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્રને જરૂરી પગલા ભરવા કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી હાઇકોર્ટની ટીપ્પણી બાદ કોમન સિવિલ કોડને લઈને ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. દિલ્હી હાઇકોર્ટે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્રને જરૂરી પગલા ભરવા કહ્યુ છે. કોર્ટે કહ્યું છે કે, દેશમાં એક એવા કાયદાની જરૂર છે જે બધા માટે સમાન હોય. હાઇ કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે.

Delhi High Court
કોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, આધુનિક ભારતીય સમાજ ધર્મ, સમુદાય અને જાતિના પરંપરાગત અવરોધો દૂર કરીને ધીરે ધીરે સમાન બની રહ્યો છે. આ બદલાતી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને, દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂર છે. ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે 7 જુલાઇ એ આપેલા ચૂકાદામાં હિન્દુ મેરેજ એક્ટ 1955 ના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ વિશે આ અવલોકનો કર્યા હતા. સિંગલ બેંચ મીના સમુદાયને લગતા પક્ષકારો સંબંધિત અરજીની સુનાવણી કરી રહી હતી.

ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહે નિરીક્ષણ કર્યું હતું કે, કોર્ટમાં વારંવાર વ્યક્તિગત કાયદામાં ઉદ્ભવતા વિરોધોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે વિવિધ સમુદાયો, જાતિ અને ધર્મોના લોકો વૈવાહિક બંધનો બાંધે છે તેમાથી આવા સંઘર્ષ ઉત્પન્ન થાય છે. કોર્ટે અવલોકન કર્યું છે કે, ભારતના વિવિધ સમુદાયો, જાતિઓ અથવા ધર્મો સાથે જોડાયેલા યુવાનો લગ્ન કરનારા કરે ત્યારે વિવિધ વ્યક્તિગત કાયદા સાથે સંધર્ષમાં ઉતરવાની ફરજ પાડવી જોઈએ નહીં. ખાસ કરીને લગ્ન અને છૂટાછેડાના સંબંધમાં.

કોર્ટે ચુકાદામાં કલમ 44 ને ટાંકીને કોમન સિવિલ કોડ વિશે વાત કરી છે. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 44 ની વિભાવના હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ વિશે સમયાંતરે પુનરાવર્તન કર્યું છે. કોર્ટે કહ્યું કે આવી નાગરિક સંહિતા બધા માટે સમાન રહેશે અને લગ્ન, છૂટાછેડા અને ઉત્તરાધિકારના મામલામાં સમાન સિદ્ધાંતો લાગુ કરવામાં સક્ષમ હશે. તે વ્યક્તિગત કાયદાને કારણે સમાજમાં ઉદભવતા વિરોધાભાસને ઘટાડશે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે માર્ચમાં ભારતમાં ધર્મ-તટસ્થ વિરાસત અને ઉત્તરાધિકાર કાયદાને લઈને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો.

English summary
The Delhi High Court has asked the Uniform Civil Code Center in the country to take necessary steps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X