For Quick Alerts
For Daily Alerts
મમતાની ટીએમસીએ છેડો ફાડતા યુપીએ નવા સાથીઓની શોધમાં
નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના છ સભ્યોએ શુક્રવાર 21 સપ્ટેમ્બર, 2012ના રોજ સાંજે ચાર વાગે વડાપ્રધાનને તેમના નિવાસ સ્થાને મળીને રાજીનામાં સોંપ્યાં હતા. રાજીનામાં સોંપતા પહેલા પ્રોટોકોલનું પાલન કરીને તમામ છ પ્રધાનોએ તેમની સરકારી કાર પાછી સોંપી હતી. આ સાથે ટીએમસીએ યુપીએ સાથે છેડો ફાડ્યો હતો.
વડાપ્રધાનને મળ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખરજીને મળ્યા હતા. રાષ્ટ્રપતિને મળીને યુપીએને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાની લેખિતમાં જાણ કરી હતી. ટીએમસીના જે છ પ્રધાનોએ રાજીનામા આપ્યા છે તેમના નામ આ મુજબ છે.
1. મુકુલ રૉય (રેવલે પ્રધાન - કેબિનેટ રેન્ક)
2. સૌગતા રૉય (શહેરી વિકાસ પ્રધાન)
3. સુદીપ બંદોપાધ્યાય (સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન)
4. ચૌધરી મોહન જૌટા (માહિતી અને પ્રસારણ પ્રધાન)
5. સુલ્તાન અહેમદ (પર્યટન પ્રધાન)
6. શિશિર કુમાર અધિકારી (ગ્રામીણ વિકાસ પ્રધાન)
યુપીએ સરકારમાંથી ટીએમસી બહાર નીકળી જતા વિશ્વાસ મત મેળવવાની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. દરમિયાન સપા અને બસપાએ યુપીએને ટેકો જાહેર કરતા થોડી રાહત મળી છે.