કાર્યવાહીની માંગ નહીં, જાતે કાર્યવાહી કરે સોનિયા: સુષમા

સુષમાએ જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને 30 દિવસમાં નિર્ણય આવવો જોઇએ. બને તેટલી વહેલી તકે બળાત્કારીઓને ફાંસીની સજા થવી જોઇએ. સુષમાએ જણાવ્યું કે 'મને ખુબ જ આશ્ચર્ય થયું જ્યારે મેં ટીવી પર સાંભળ્યું કે- 'સોનિયા ડિમાન્ડસ ઇમેડિએટ એક્શન.' સોનિયાજીની ભૂમિકા એક્શન ડિમાન્ડ કરવાની નથી, એક્શન કરવાની છે. ખરેખર એવું હોવું જોઇએ કે સુષમા ડિમાન્ડસ ઇમેડિએટ એક્શન, સોનિયા પ્રોમિસેસ ઇમેડિએટ એક્શન.'
તેમણે જણાવ્યું કે અમને તો એવી આશા હતી કે અત્યાર સુધી કોઇને કોઇ એક્શન લેવાઇ ગયું હશે, પરંતુ દુ:ખની વાત એ છે કે હજી સુધી તો જે સરકાર ચલાવી રહ્યા છે તે એક્શન ડિમાન્ડ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ સીધું કેન્દ્ર સરકારની નીચે આવે છે, માટે આ જવાબદારી સીધી ગૃહમંત્રીની બને છે.












Click it and Unblock the Notifications
