For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટની એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવી પેટ્રોલ અને વીજળી બંનેથી ચાલતી બાઈક

રાજકોટની વીવીપી એન્જિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ એવી બાઈક બનાવી છે જે પેટ્રોલ અને વીજળી બંનેથી ચાલી શકે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ દેશમાં પેટ્રોલના રોજેરોજ વધતા ભાવોથી સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે. ઈંધણના ભાવવધારાને પગલે જીવનજરૂરી દરેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે રાજકોટની વીવીપી એન્જિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ એવી બાઈક બનાવી છે જે પેટ્રોલ અને વીજળી બંનેથી ચાલી શકે. સાતમાં સેમિસ્ટરના ત્રણ વિદ્યાર્થીઓ રુચિત પંડ્યા, નિર્મલ માંકડીયા અને સતીષ ઝાલાએ પેટ્રોલ અને ઈલેક્ટ્રીસિટીથી ચાલતા હાઈબ્રીડ ટુ-વ્હીલર HY1 બાઈક બનાવી છે.

hybrid bike

એએનઆઈ સાથે વાત કરતા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ડીન ડૉ. મણિયારે કહ્યુ, 'આ બાઈક બનાવવા પાછળનુ મુખ્ય કારણ પેટ્રોલના આકાશને આંબતા ભાવો છે. ઈ-વાહનોમાં ઘણા ઈશ્યુ હોય છે જેવા કે વધુ ભાવ, લો-ચાર્જિંગ વગેરે માટે અમે એવુ વાહન બનાવવાનુ વિચાર્યુ કે જે બંનેથી ચાલે. સાતમા સેમિસ્ટરના વિદ્યાર્થીઓએ આ શોધ હાલની પેટ્રોલ બાઈક પર કરી છે.'

વધુમાં તેમણે જણાવ્યુ કે, 'વિદ્યાર્થીઓએ ચાર અલગ બેટરીઓ જોડી. બેટરી ફૂલ ચાર્જ થવા માટે છ કલાકનો સમય લાગે છે. ફૂલ ચાર્જ બેટરીથી 40 કિલોમીટર સુધી મહત્તમ 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચલાવી શકાય છે, જેમાં પ્રતિ યુનિટ 17 પૈસા કિંમત પડે છે. આ હાઈબ્રીડ બાઈકમાં બાઈક ચલાવનાર પાસે બાઈક ચલાવવા માટે બે વિકલ્પ હશે પેટ્રોલ અથવા બેટરી જેના માટે બે અલગ-અલગ સ્વીચ આપવામાં આવી છે.'

એન્જિયરિંગના વિદ્યાર્થીએ જણાવ્યુ કે પેટ્રોલના વધતા જતા ભાવો અને પ્રદૂષણના કારણે અમને વીજળી અને પેટ્રોલ બંનેથી ચાલતુ બાઈક બનાવવાનો વિચાર આવ્યો. ઈલેક્ટ્રીકસિટીમાં ચાર્જિંગ સ્ટેશનના અભાવ અને તેની રેન્જનો પ્રોબ્લેમ થતો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે માત્ર 28 હજારમાં જૂના બાઈકને હાઈબ્રીડ કરી શકાશે અને એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ બાઈક 40 કિલોમીટર સુધી દોડી શકશે.

English summary
Rajkot engineering students make bike that can run on petrol and electric both
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X