For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે RMC સજ્જ, 2,000 બેડ તૈયાર કરાયા

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા અંગેની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે, RMC પાસે હાલ વિવિધ સ્થળો પર કુલ 2000 બેડ તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આવા સમયે ગુજરાત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી. હાલ રાજ્યમાં કોરોનાના કેસનો દૈનિક આંક 1000ને વટાવી ચૂક્યો છે. જે કારણે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે આરોગ્ય વિભાર સજ્જ થઇ રહ્યું છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની વાત કરીએ તો રાજકોટમાં પણ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.

rajkot

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા અંગેની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે, RMC પાસે હાલ વિવિધ સ્થળો પર કુલ 2000 બેડ તૈયાર છે. જેમાંથી 300 બેડ બાળકો માટે રિઝર્વ રાખ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા ડો. આર. એસ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 840 બેડ છે. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોર્ટેબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમાં 100 બેડની વ્યવસ્થા છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કુલ મળીને રાજકોટ શહેરમાં 2000ની સુવિધા કોરોના દર્દી માટે ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી 300 બેડ બાળકો માટે અનામત રખાયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ 63,000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ ઉપલ્બ્ધ છે. આ સાથે જ 7 નાના ઓક્સિજન પ્લાન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. આ સાથે સમરસ હોસ્ટેલમાં 20000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ ઉપલ્બ્ધ છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા 250થી વધુ છે.

કોરોનાની ત્રીજી લહેરના સંભવિત જોખમને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર કાર્યરત છે. આ સાથે RMCએ જણાવ્યું છે કે, જો વધુ કેસ આવશે તો, સમરસ હોસ્ટેલ તેમજ કેન્સર હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની તૈયારી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદી વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે, તેવા લોકોને પણ કોરોનાનું સંક્રમણ થઇ રહ્યું છે. આ ઉપરાંત જેમણે વેક્સીનનો 1 જ ડોઝ લીધો હોય અથવા વેક્સીન ન લીધી ન લીધી હોય તેવા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે.

English summary
RMC equipped with 2,000 beds to fight with corona during third wave of the corona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X