For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનુ પેપર ફૂટ્યા બાદ વિવાદ વધતા પરીક્ષા કરાઈ રદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનુ પેપર ફૂટવાની ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનુ પેપર ફૂટવાની ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીકોમનુ પેપર લીક થયા બાદ પરીક્ષા વિભાગે પેપર રદ કર્યુ છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમનુ પેપર ફૂટવાની ઘટના બાદ વિવાદ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પેપર રદ કરી દીધુ છે અને આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

saurashtra univercity

યુનિવર્સિટી પોલિસે પેપર ફોડવાના કેસમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અને પેપર ક્યાંથી આવ્યુ તે બાબતે પોલિસ સઘન તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીઓના લવલી યારો ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયુ તે વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે. નોંધનીય છે કે ગઈકાલે જ રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યુ હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો.

આમ આદમી પાર્ટીએ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 3નુ અર્થશાસ્ત્રનુ પેપર લીક થયુ હોવાનો દાવો કર્યો હતો. જેના પગલે હવે પરીક્ષા રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાનો હતો પરંતુ પેપર સવારે 9 વાગ્યાથી જ વૉટ્સએપ પર ફરતુ થયુ હતુ. આમ આદમી પાર્ટીએ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરીને આરોપીને તાત્કાલિક ઝડપી કડકમાં કડક પગલા લેવાની માંગણી કરી હતી. કુલપતિએ તપાસ કરીને પગલાં લેવાની ખાતરી આપી હતી.

English summary
Saurashtra Univercity has cancelled the B.Com exam paper after paper leak scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X