For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં બીજીવાર લૉકડાઉનની તૈયારી, સ્વાસ્થ્ય વિભાગ બોલ્યું- હવે તો રોજી રોટીનું પણ સંકટ

પાકિસ્તાનમાં બીજીવાર લૉકડાઉનની તૈયારી, સ્વાસ્થ્ય વિભાગ બોલ્યું- હવે તો રોજી રોટીનું પણ સંકટ

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના વાયરસ મહામારીને પગલે અઢળક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલાત એટલા બેકાબૂ થઈ ગયા કે પાકિસ્તાનમાં કોરોના વાયરસથી નિપટવા માટે બનાવવામાં આવેલ નેશનલ કમાંડ એન્ડ ઓપરેશન સેંટરે બીજીવાર લૉકડાઉન લગાવવાીન ચેતવણી આપી દીધી છે.

વાયરસ બેકાબૂ થયો

વાયરસ બેકાબૂ થયો

પાકિસ્તાનમાં કોવિડ 19 મૃત્યુદર પાછલા કેટલાક અઠવાડિયાથી તેજીથી આગ વધી રહ્યો છે. મૃત્યુદર 140 ટકા સુધી વધી ગયો છે. જે બાદ નેશનલ કમાંડ એન્ડ ઓપરેશન સેન્ટરે કહ્યું કે બચાવના ઉપાયોના અનુપાલનમાં કોઈ સુધાર નથી થયો તો સખ્ત પગલાં ઉઠાવવામાં આવશે. લૉકડાઉન લગાવવા ઉપરાંત અન્ય કોઈ ચારો નથી. એનસીઓએ આ બાબતે પાકિસ્તાનના નિયોજન મંત્રી અસદ ઉમરને પણ ચેતવી દીધા છે કે હવે વાયરસ બેકાબૂ થઈ ચૂક્યો છે.

કોરોનાએ કહેર મચાવ્યો

કોરોનાએ કહેર મચાવ્યો

પાકિસ્તાનમાં પાછલા 24 કલાકમાં 19 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જ્યારે કુલ સંખ્યા 6692 છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે પાકિસ્તાનના આંકડાને લઈ સતત સવાલ ઉઠતા રહે છે. જ્યારે થઈ રહેલી ટેસ્ટિંગને લઈ કેટલાય સવાલ છે. પાછલા અઠવાડિયે પાકિસ્તાનમાં દરરોજ કોવિડ મૃત્યુદર 12 હતી.

રોજી રોટીનું પણ સંકટ

રોજી રોટીનું પણ સંકટ

પાકિસ્તાનની સંસ્થાએ કહ્યું કે ત્યાં કોઈપણ બચાવના નિયમોનું પાલન નથી કરી રહ્યું. શરૂથી જ લાપરવાહીને પગલે હવે કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. પાકિસ્તાની સ્વાસ્થ્ય વિભાગની સંસ્થા એનસીઓસીએ કહ્યું કે જો હજી પણ સુધારો નહિ થયો તો આપણે વધુ લોકોને ગુમાવી દેશું અને સાથે જ રોજી-રોટીનું પણ સંકટ આવી જશે. આ ટિપ્પણી બાદ પાકિસ્તાની મંત્રિમંડળે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠક પણ થઈ.

મહારાષ્ટ્રઃ BJPને ઝટકો, એનસીપીમાં શામેલ થશે પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસેમહારાષ્ટ્રઃ BJPને ઝટકો, એનસીપીમાં શામેલ થશે પૂર્વ મહેસૂલ મંત્રી એકનાથ ખડસે

English summary
Preparations for second lockdown in Pakistan, health department says - crisis of food
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X