For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: હાર બાદ ધોનીએ ટીમ મેનેજમેન્ટને લઈ કહી જબરી વાત

IPL 2020: હાર બાદ ધોનીએ ટીમ મેનેજમેન્ટને લઈ કહી જબરી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2008થી ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળી હતી. 2016-17ની સીઝનમાં ટીમ પર પ્રતિબંધ લાગેલો હતો પરંતુ તે સિવાય બધી જ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઑફમાં પહોંચી અને ત્રણવાર ચેમ્પિયન પણ રહી. જો કે આ સીઝનમાં ટીમ પ્લેઑફથી લગભગ બહાર જ થઈ ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સીઝન 13ના 37મા મેચમાં ટીમે 7 વિકેટે કરારી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઈની આ 10 મેચમાંથી 7મી હાર રહી. મેચ સમાપ્ત થયા બાદ ધોનીએ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન હોવાની વાત સ્વીકારી. સાથે જ ટીમ મેનેજમેન્ટને લઈ એવી વાત કરી, જેનાથી અનુમાન લગાવાઈ રહ્યો છે કે આગલી સીઝનમાં ફ્રેન્ચાઈજી યુવાઓ પર ભરોસો કરશે.

હાર સ્વીકારી

હાર સ્વીકારી

આ સીઝનમાં ધોની હાર સ્વીકારી ચૂક્યા છે. જો કે એવા ખેલાડી છે જે અનહોનીને હોનીમાં બદલી નાખે, પરંતુ આ સીઝનમાં ટૉસ સિવાય એકેય ચીજ તેમના પક્ષમાં નહોતી દેખાઈ. ક્યારેક ટીમ ટાર્ગેટની નજીક પહોંચીને હારી તો ક્યારેક શરૂઆતમાં જ જબરો સ્કોર ખડકી ના શકી. મેચ બાદ ધોનીએ ખુદ કહ્યું કે આ વખતે અમે એવો ખેલ નહોતા દેખાડી શક્યા. ટીમમાં ઘણા બદલાવ ના કરવાના કારણે ધોનીએ કહ્યું, ‘તમે ઘણું બધું બદલવા માંગો છો. કેમ કે જે કંઈ થાય છે તે ત્રણ-ચાર- પાંચ મેચ બાદ થાય છે, શું થશે તે તમે સુનિશ્ચિત ના કરી શકો. તમે લોકોને એક ઉચિત સમય આપવા માંગો છો, જો તેઓ પ્રદર્શન નથી કરી રહ્યા તો તમે સ્વિચ કરો છો અને અન્ય કોઈ પાસે જાવ છો અને તે રન બનાવે છે. ટીમમાં હું અસુરક્ષાનો ભાવ નથી ઈચ્છતો.'

ટીમ મેનેજમેન્ટને લઈ કહી આ વાત

ટીમ મેનેજમેન્ટને લઈ કહી આ વાત

અત્યાર સુધી ચેન્નઈ સુપરકિંગ્સમાં મોટાભાગના 30 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓનો જ ડંકો વાગતો જોવા મળ્યો જેમાં પણ ઘણા ખેલાડીઓ એવા છે જેઓ 40-45 વર્ષની ઉંમરને પણ પાર કરી ચૂક્યા છે. તેમને ફેન્સ ‘ઘરઢાઓની ટીમ' કહીને પણ બોલાવવા લાગ્યા હતા. પરંતુ હવે ટીમ મેનેજમેન્ટે મોટી ઉંમરના ખેલાડીઓ પર ભરોસો કરવાની પરંપરા ખતમ કરવી પડશે. પરંતુ છતાં ધોનીનું કહેવું છે કે ટીમ મેનેજમેન્ટ પોતાના યુવાઓમાં એ વાત ના જોઈ શકી જેની જરૂરત હતી. પરંતુ હકીકત તો એ છે કે યુવાઓને ચેન્નઈની ટીમમાં વધુ મોકા મળ્યા જ નથી. જેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે પણ સવાલ ઉઠાવ્યા હતા.

યુવાનોને મોકા ના મળ્યા

યુવાનોને મોકા ના મળ્યા

યુવાઓને ઓછા મોકા આપવા પર ધોનીએ કહ્યું, ‘આ કહેવું યોગ્ય નથી કે ટીમ મેનેજમેન્ટે યુવાઓને એટલા મોકા નથી આપ્યા. પરંતુ એ પણ છે કે યુવાઓમાં એટલો કરન્ટ જોવા નથી મળ્યો. અમે આગળ એમને અવસર પ્રદાન કરી શકીએ છીએ અને તેઓ કોઈપણ દબાવ વિના રમી શકે છે. જ્યાંપણ તેઓ બેટિંગ કરવા માંગે છે, અન્ય વિકલ્પો તલાશવાનો પણ મોકો આપશું.' પહેલીવાર એવું જણાઈ રહ્યું છે કે સીએસકે પ્લેઑફનો ભાગ નહિ બને. હવે આ સીઝનમાં જે હાલ થયા, તેનાથી નક્કી છે કે આગલી સીઝનમાં ટીમ મેનેજમેન્ટ જૂના ખેલાડીઓને બહાર કરી યુવાઓને મોકા આપી શકે છે.

IPL 2020 CSK vs RR: કરો યા મરોની જંગમાં રાજસ્થાનની ધમાકેદાર જીતIPL 2020 CSK vs RR: કરો યા મરોની જંગમાં રાજસ્થાનની ધમાકેદાર જીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: After the defeat, here is what dhoni spoke about team management
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X