તિલકવાડા અને દેડિયાપાડા છે પિકનીક માટેનું ઉત્તમ સ્થળ
અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી. જેમાં અત્યાર અત્યાર સુધી અમે આપને નર્મદા લધુ પરિક્રમા, સરદાર સરોવર ડેમ, ભરુચ, ચાંદોદ, કબીરવડ, રાજપીપળા, શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય, રતનમહલ આળસુ રીંછ અભયારણ્ય, વિશાલ ખાડી પર્યાવરણીય કેમ્પસ્થળ, સમોટ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ, સાગાઈ - માલસમોટ પર્યાવરણીય કેમ્પસ્થળ, ઝરવાણી પર્યાવરણીય કેમ્પસ્થળ, કંજેટા પર્યાવરણીય કેમ્પસ્થળ વગેરેની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છીએ. આવો આપણી આ યાત્રાને અંતિમ ઓપ આપીએ નર્મદાના છેલ્લા પ્રવાસન સ્થળ તિલકવાડા અને દેડિયાપાડાની મુલાકાત લઇએ.
તિલકવાડા
આ આદિવાસી ગામમાં દડવી સમુદાય વસવાટ છે. તે રાજપીપળા માંથી દેડીયાપાડા માટે રસ્તા પર સારો હાઇવે સ્ટોપ છે. તિલકવાડા તાલુકામાં ૯૭ જેટલાં ગામડાંઓ આવેલાં છે. આ તાલુકામાં જરખ, રોઝ, નાર, કાળીયાર, સાહુડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ તાલુકાની મુખ્ય નદીઓ નર્મદા, મેણ, અશ્વિન, હેરણ છે. જે પૈકી નર્મદા નદી વડે આ તાલુકાની દક્ષિણ-પશ્ચિમ સરહદ બનેલી છે.
દેડિયાપાડા રેન્જ
દેડિયાપાડા નામ લેતાંની સાથે લીલા રંગની ચાદર ઓઢેલી કોઈ નવયુવાન રાજકુમારીનું ચિત્ર આંખ સામે ઉપસી આવે છે, એવો આ રમણીય પ્રદેશ છે. સાતપુડાના પર્વતોની વિશાળ અને સુદીર્ધ હારમાળાઓની ગોદમાં પાંગરેલો આ પ્રદેશ કેટલા ગહન અને કુંવારા સોંદર્યનો પ્રદેશ સંઘરીને બેઠો છે એની માત્ર કલ્પના જ કરી શકાય. બાકી કાશ્મીર કે મહાબળેશ્વર જવાની ઈચ્છા ન થાય એવા આ પ્રદેશની મુલાકાત લેનાર કોઈપણ સહેલાણી સહજતાથી બોલી જાય એવો નેવરલૅન્ડ સમો આ રમ્ય પ્રદેશ છે. અહીં આવીને દરેક ગુજરાતીને તે ગુર્જર ભૂમિ પર જન્મવાનો ગર્વ ચોક્કસ થશે.
અહીં કેવી રીતે પહોંચશો:
નર્મદા નદી તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ માર્ગેઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા છે.

તિલકવાડા
આ આદિવાસી ગામમાં દડવી સમુદાય વસવાટ છે. તે રાજપીપળા માંથી દેડીયાપાડા માટે રસ્તા પર સારો હાઇવે સ્ટોપ છે. તિલકવાડા તાલુકામાં ૯૭ જેટલાં ગામડાંઓ આવેલાં છે.

તિલકવાડા
આ તાલુકામાં જરખ, રોઝ, નાર, કાળીયાર, સાહુડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ તાલુકાની મુખ્ય નદીઓ નર્મદા, મેણ, અશ્વિન, હેરણ છે. જે પૈકી નર્મદા નદી વડે આ તાલુકાની દક્ષિણ-પશ્ચિમ સરહદ બનેલી છે.

દેડિયાપાડા રેન્જ
દેડિયાપાડા નામ લેતાંની સાથે લીલા રંગની ચાદર ઓઢેલી કોઈ નવયુવાન રાજકુમારીનું ચિત્ર આંખ સામે ઉપસી આવે છે, એવો આ રમણીય પ્રદેશ છે. સાતપુડાના પર્વતોની વિશાળ અને સુદીર્ધ હારમાળાઓની ગોદમાં પાંગરેલો આ પ્રદેશ કેટલા ગહન અને કુંવારા સોંદર્યનો પ્રદેશ સંધરીને બેઠો છે એની માત્ર કલ્પના જ કરી શકાય.

દેડિયાપાડા રેન્જ
બાકી કાશ્મીર કે મહાબળેશ્વર જવાની ઈચ્છા ન થાય એવા આ પ્રદેશની મુલાકાત લેનાર કોઈપણ સહેલાણી સહજતાથી બોલી જાય એવો નેવરલૅન્ડ સમો આ રમ્ય પ્રદેશ છે. અહીં આવીને દરેક ગુજરાતનીને તે ગુર્જર ભૂમિ પર જન્મવાનો ગર્વ ચોક્કસ થશે.