For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજા માળે ગરદનના બળે રેલિંગથી લટકી બાળકી, બે યુવકોએ બચાવ્યો જીવ

હાલમાં સોશિયલ મીડિયા પર દૂર્ઘટનાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જશે.

|
Google Oneindia Gujarati News

હાલમાં સોશિયલ મીડિયા પર દૂર્ઘટનાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જશે. વાસ્તવમાં આ વીડિયોમાં એક નાની બાળકી ત્રીજા ફ્લોરથી લટકતી જોવા મળી રહી છે. આ ઘટના પણ તમને સામાન્ય લાગી શકે છે. પરંતુ વાસ્તવમાં બાળકી જે રીતે ગરદનથી લટકીને ઝૂલી રહી છે તે ભયાવહ છે. બાળકીની ગરદન રેલિંગમાં ફસાયેલી છે અને શરીર નીચે લટકી રહ્યુ છે.

બે યુવકોએ બચાવ્યો બાળકીનો જીવ

બે યુવકોએ બચાવ્યો બાળકીનો જીવ

ઘટના સાઉથ વેસ્ટ ચીનના યોનલાંગ કાઉન્ટીની છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવક ગમે તેમ કરીને દીવાલ પર ચડીને બાળકી સુધી પહોંચ્યા અને તેની ફસાઈ ગયેલી ગરદન કાઢી. વીડિયો એટલો ડરામણો છે કે બાળકીની સ્થિતિ વિશે વિચારીને જ કાંપી જવાય છે. સમાચાર છે કે બાળકીને બચાવીને નીચે ઉતરેલા યુવકો માટે નીચે ઉભેલી ભીડે જોરદાર તાળીઓ પાડી અને તેમને સાચા હીરો ગણાવ્યા.

માંડ માંડ બચી બાળકી

માંડ માંડ બચી બાળકી

બાળકી જે રીતે લટકતી જોવા મળી રહી છે તેનાથી અંદાજ લગાવી શકાય છે કે તેની નાજુક ગરદન પર કેટલી વધુ ખેંચાઈ હશે. જો કે બાળકી આવી હાલતમાં કઈ રીતે પહોંચી એ હજુ સુધી જાણવા મળ્યુ નથી. પરંતુ થોડી વાર વધુ જો તેના સુધી કોઈ મદદ ન પહોંચાડવામાં આવતી તો તેને બચાવવુ શક્ય ન બનત.

જ્યારે એસ્કિલેટરથી નીચે પડી 2 વર્ષની બાળકી

જ્યારે એસ્કિલેટરથી નીચે પડી 2 વર્ષની બાળકી

બાળકો ઘણી વાર એવી ઘટનાઓનો શિકાર બનતા રહે છે. હાલમાં જ બેંગલુરુના એક મેટ્રો સ્ટેશન પર આવી જ દૂર્ઘટના બની જ્યારે એક મેટ્રો સ્ટેશન તરફ જઈ રહેલી બાળકીના દાદાએ તેમને ખોળામાં લીધી હતી. અચાનક એસ્કિલેટર પર ચડતા બાળકી તેમના ખોળામાંથી નીચે પડી ગઈ. બાદમાં બાળકીને હોસ્પટલ પહોંચાડવામાં આવી અને અત્યારે તેનો ઈલાજ ચાલુ છે. ઘટનાનો વીડિયો ઘણો ભયાનક છે.

આ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા 2.0: પીએમ મોદીએ છાત્રોને કહ્યુ એક પરીક્ષા ખરાબ થવાથી જીવન નથી અટકતુઆ પણ વાંચોઃ પરીક્ષા પે ચર્ચા 2.0: પીએમ મોદીએ છાત્રોને કહ્યુ એક પરીક્ષા ખરાબ થવાથી જીવન નથી અટકતુ

English summary
girl dangles st from third floor railing with her neck stuck, boys saved her life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X