For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરમાંથી સતત ચાર કલાક નિકળ્યા ઝેરી સાપ

ભારતમાં ઘણી જગ્યાએ સાપને 'હવા' કહેવામાં આવે છે, એટલે કે સાપ ક્યાંથી આવે છે અને ક્યાં ગાયબ થઇ જાય છે, એ કોઈ સમજી શકતું નથી. એવું કહેવાય છે કે, સાપનું પોતાનું અલગ રહેઠાણ હોય છે, તેમનું પોતાનો રાફડો હોય છે.

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયા : ભારતમાં ઘણી જગ્યાએ સાપને 'હવા' કહેવામાં આવે છે, એટલે કે સાપ ક્યાંથી આવે છે અને ક્યાં ગાયબ થઇ જાય છે, એ કોઈ સમજી શકતું નથી. એવું કહેવાય છે કે, સાપનું પોતાનું અલગ રહેઠાણ હોય છે, તેમનું પોતાનો રાફડો હોય છે અને અમેરિકાના કેલિફોર્નિયામાં એક સાપનો રાફડો આકસ્મિક રીતે બહાર આવ્યો હતો. જે બાદ જ્યારે આ રાફડામાંથી સતત ચાર કલાક સુધી ઝેરી સાપ બહાર નિકળતા રહ્યા હતા.

snake

ઝેરી સાપનો રાફડો

ઝેરી સાપનો રાફડો

સાપને જોઈને મનુષ્યના હોશ ઉડી જાય છે, પણ અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઘરની બહાર ઝેરી સાપ ચાર કલાક સુધી બહાર આવતા રહ્યા. અમેરિકાના કેલિફોર્નિયાનોઆ કિસ્સો છે, જ્યાં એક ઘરની અંદરથી એક બાદ એક 100 ઝેરી સાપ બહાર આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ સાપ રેટલસ્નેક હતા અને આ સાપખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ તેમના કરડવાથી ટૂંકા સમયમાં મૃત્યુ પામી શકે છે.

કેલિફોર્નિયાના નોર્થ બે વિસ્તારમાં એક મહિલાનું ઘર ઝેરીસાપનું દુર્લભ આશ્રયસ્થાન બની ગયું હતું અને મહિલાએ સાપને પહેલી વખત જોયા બાદ સાપ પકડનારને બોલાવ્યો, ત્યાં સુધી તેના વિશે ખબર ન હતી.

સાપ પકડનાર પણ રહી ગયો દંગ

સાપ પકડનાર પણ રહી ગયો દંગ

ઉત્તરી કેલિફોર્નિયાના નોર્થ બેમાં એક ઘરમાં રહેતી એક મહિલાએ સાપને જોયા બાદ સાપ પકડનારને બોલાવ્યો અને જ્યારે સાપને પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેનાહોશ ઉડી ગયા હતા. કારણ કે, ત્યાં માત્ર એક સાપ જ ન હતો, પણ ડઝનેક સાપ સાપ હતા. સોનોમા કાઉન્ટી સરીસૃપ રેસ્ક્યુના ડિરેક્ટર વુલ્ફે જણાવ્યું હતું કે, સાન્ટારોઝામાં એક ઘરની નીચે સાપ ક્રોલ થયો અને તરત જ એક રેટલસ્નેક મળ્યો, બાદમાં બીજો અને ત્રીજો.

બધા સાપ ઘરની નીચેથી એક પછી એક બહાર આવી રહ્યાહતા. વુલ્ફે જણાવ્યું કે, એક સાથે ડઝનેક સાપ જોઈને તે થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ હાદ તેણે એક પછી એક સાપ પકડવાનું શરૂ કર્યું હતું.

પહેલીવાર આટલા સાપ એક જ જગ્યાએ મળ્યા

પહેલીવાર આટલા સાપ એક જ જગ્યાએ મળ્યા

32 વર્ષ સુધી સાપ પકડનાર તરીકે કામ કરનારા વુલ્ફે જણાવ્યું હતું કે, તેના જીવનમાં પહેલી વખત, જ્યારે તેણે એક જ જગ્યાએ 100થી વધુ સાપ જોયા છે. વુલ્ફ પહેલાકોઈ મોજા કે રક્ષણાત્મક સાધન પહેર્યા વગર સાપ પકડતો હતો, પરંતુ એક ઘરની નીચે ઘણા બધા સાપ જોઈને તેણે તમામ રક્ષણ સાધનો પહેર્યા હતા. તેણે મોજાપહેર્યા, સ્પેશિયલ શુટ પહેર્યુ અને પછી સાપને પકડવાનું કામ શરૂ કર્યું.

લગભગ ચાર કલાક સુધી સાપ બહાર આવી રહ્યા હતા

લગભગ ચાર કલાક સુધી સાપ બહાર આવી રહ્યા હતા

જ્યારે વુલ્ફે સાપ પકડવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે એવું લાગતું હતું કે ત્યાં ઘણા સાપ છે. વુલ્ફે જણાવ્યું કે, તેણે 3 કલાક 45 મિનિટથી વધુ સમય સુધી સતત એક પછીએક સાપ પકડ્યા હતા. તેણે કહ્યું કે, તેણે ઘરની અંદરથી કુલ 92 ઝેરી સાપ પકડ્યા છે, જેમાં તેને સાડા ચાર કલાક લાગ્યા હતા. ઘરની અંદર વિવિધ પ્રકારના સાપહાજર હતા અને તેમને ઘણા નાના સાપને અલગ કરવામાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ફેસબુક પર સાપની તસવીરો પોસ્ટ કરી છે અનેલખ્યું છે કે, લગભગ સાડા ચાર કલાકમાં તેણે 90 થી વધુ સાપ પકડ્યા છે અને ફરી એકવાર તપાસ થઈ છે, જેથી અન્ય કોઈ સાપ અંદર રહી ન જાય.

English summary
In many places in India, snakes are called 'Hawa', meaning no one can understand where the snake comes from and where it disappears. It is said that snakes have their own separate habitat, they have their own hole.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X