For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સર્વેક્ષણ સંસદમાં રજૂ, વિકાસદર વધવાની આશા

|
Google Oneindia Gujarati News

P-Chidambaram
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ નાણાકીય વર્ષ 2013-14 માટે સામાન્ય બેજટની ગણતરી શરૂ થઇ ગઇ છે. આર્થિક સર્વે બુધવારે સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યું છે. આ સર્વેમાં વિકાસ દર વધે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2013-14માં જીડીપી દર 6.1થી 6.7 ટકા રહે તેવો અનુમાન છે. આ અનુમાનના આધારે સરકારને આગામી વર્ષે અર્થ વ્યવસ્થામાં મજબૂતી પરત ફરે તેવી આશા છે.

દેશમાં આર્થિક મંદી ખત્મ થવાના આરે છે અને અર્થ વ્યવસ્થામાં સુધારાના સંકેત છે. મંદી સામે લડવા માટે આર્થિક સુધારામાં વેગની જરૂર છે. જો કે, નાણાકીય અને કરન્ટ ખોટનું વધવું એ ચિંતાનો વિષય છે. તેથી વૈશ્વિક સ્થિતિને જોતા ડીઝલ અને એલપીજીના ભાવ વધારવા જરૂરી રહેશે. ડીઝલના ભાવ વધવાથી મોંઘવારીમાં વધારો થવાની આશંકા છે. નાણાકીય વર્ષ 20-13માં ટેક્સ વસૂલી બજેટીય લક્ષ્યથી ઘણી ઓછી રહેવાનો અનુમાન છે. ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધારવો એ પડકાર બની ગયો છે.

ગૈર-ખાદ્ય વિનિર્માણ ક્ષેત્ર અને વૈશ્વિક કોમોડિટી મૂલ્યોમાં સુધારાની સાથે માર્ચ 2013માં થોક મૂલ્ય સૂચકાંક મુદ્રાસ્ફીતિ ઘટીને 6.2થી 6.6 ટકાની વચ્ચે આવી શકે છે. હાલના નાણાકીય વર્ષમાં મુદ્રાસ્ફીતિ સ્થિર રહી અને જાન્યુઆરી 2013માં છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન સૌથી ઓછી 6.62 ટકાની નીચે આવી ગઇ. ગયા વર્ષે ખાદ્ય મુદ્રાસ્ફીતિમાં વધારો ઉચ્ચ પ્રોટિન યુક્ત ખાદ્યોમાં તેજીના કારણે રહી, જ્યારે આ વર્ષે અનાજો પર દબાણ રહ્યું. બીજી તરફ દૂધ અને અન્ય પ્રોટિન યુક્ત ખાદ્ય પદાર્થોની કિંમતો ઘટી છે. તાજેતરમાં જાન્યુઆરી 2013માં ડુંગરીની કિંમતોમા વધારો અને ડીઝલના ભાવમાં વધારાના કારણે મોંઘવારી પર દબાણ વધી શકે છે. જો કે, મોંઘવારીમાં સુધારાનું વલણ ચાલું રહેવાની આશાઓ સેવવામાં આવી રહી છે.

હાલના નાણાકીય વર્ષમાં લગભગ તમામ પ્રમુખ અગ્રિમ અને ઉભરતા બજારની અર્થ વ્યવસ્થાઓમાં મોંઘવારી ઓછી થઇ છે. પ્રમુખ અગ્રિમ અને વિકાસશીલ દેશો દ્વારા જારી નીતિનો સકારાત્મક પ્રભાવ મુદ્રાસ્ફીતિની આશાઓ પર પાણી ફેરવી શકે છે. જો કે, અલ્પાવધિમાં નબળી વૃદ્ધિનું વલણ નીતિગત પ્રભાવનું અસર મુદ્રાસ્ફીતિ પર નહીં પડી શકે છે અને મુદ્રાસ્ફીતિને લઇને આશાઓ હાલની લક્ષિત મુદ્રાસ્ફીતિ દરોની આસપાસ રહી શકે છે.

વૈશ્વિક આર્થિક સંભાવનાઓ, જાન્યુઆરી 2013 અનુસાર ઘાતુઓને છોડીને વધારે વૈશ્વિક કમોડિટીઝના મુલ્યોમાં વર્ષ 2013 અને 2014માં ઘટાડાની આશા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર મુદ્રાસ્ફીતિમાં સુધારાના ઘરેલુ મૂલ્યો પર પણ અસર જોવા મળશે. આરબીઆઇની મૌદ્રિક નીતિ મોંઘવારીને કાબૂ કરવા અને વિકાસના અનુકુળ સુવિધા આપવાના ઉદ્દેશ્ય પર કામ કરી રહી છે. બહાર અને ઘરેલુ સ્ત્રોતોથી વિકાસ પર વધતા ખતરા અને હાલની મુદ્રાસ્ફીતિના દબાવના સંદર્ભમાં મોટી મોદ્રિક નીતિના કારણે અર્થ વ્યવસ્થામાં ઝડપી ઘટાડાનો નોંધાયો છે. વર્ષ 2012-13ની ત્રીમાસિક મુદ્રાસ્ફીતિમાં થોડોક સુધારો જોવા મળ્યો છે અને નાણાકીય સુધારાની આશાઓ સાથે અર્થ વ્યવસ્થાની હાલની સ્થિતિમાં અને સક્ષમ મૌદ્રિક નીતિની સંભાવના વધી છે.

English summary
Finance Minister P Chidambaram tabled the Economic Survey 2012-13 in Parliament on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X