For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Q1માં GDP 5.8 ટકા ઘટીને 5% થયો, પાંચ વર્ષમાં સૌથી ઓછો

Q1માં GDP 5.8 ટકા ઘટીને 5% થયો, પાંચ વર્ષમાં સૌથી ઓછો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકાર માટે નિરાશ કરતા આંકડા સામે આવ્યા છે. પહેલા ક્વાર્ટરમાં જીડીપી 5.8 ટકાથી ઘટી 5 ટકા રહી ગયું છે. મતલબ કે આ ક્વાર્ટરમાં કુલ 0.8 ટકાની ગિરાવટ નોંધાઈ છે જે પાંચ વર્ષના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. મંદીની આશંકાથી પીડાઈ રહેલ અર્થવ્યવસ્થાને આનાથી તગડો ઝાટકો લાગ્યો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ આંકડા 5.3 ટકાથી 5.6 ટકા સુધી રહી શકે છે. પાછલા એક વર્ષમાં આ ક્વાર્ટરમાં જીડીપી 8 ટકા હતી જે ઘટીને 5 ટકા રહી ગઈ છે. કૃષિ, નિર્માણ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખરાબ પ્રદર્શન આ જીડીપીમાં ગિરાવટનું કારણ માનવામાં આવી રહ્યું છે.

નાણાકીય વર્ષ 2019ના અંતિમ ક્વાર્ટરમાં 5.8 ટકા જીડીપી હતો

નાણાકીય વર્ષ 2019ના અંતિમ ક્વાર્ટરમાં 5.8 ટકા જીડીપી હતો

સેન્ટ્રલ સ્ટેટિસટિક્સ ઑફિસ (CSO)એ શુક્રવારે નાણાકીય વર્ષ 2019-20ના એપ્રિલ-જૂનના ક્વાર્ટર માટે દેશની આર્થિક વૃદ્ધિના આંકડા જાહેર કર્યા. જે મુજબ પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકાના સ્તર પર આવી ગયો છે. નાણાકીય વર્ષ 2019ના અંતિમ ક્વાર્ટરમાં આ 5.8 ટકા હતો. કેટલાય પ્રકારના સર્વેમાં પણ આવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ જે આંકડા સામે આવ્યા છે તે બહુ નિરાશ કરતા છે. કદાચ સરકારને પણ આવા પ્રકારના નિરાશાજનક આંકડાઓની આશંકા નહોતી.

ઑટો સેક્ટરમાં હાલત ખરાબ

ઑટો સેક્ટરમાં હાલત ખરાબ

જો કે સકારે ખરાબ આર્થિક સ્વાસ્થ્ય ઠીક કરવા માટે પાછલા દિવસોમાં કેટલાય ઉપાયોની ઘોષણા કરી છે જો કે તેની અસર આગલા ક્વાર્ટર સુધી જ દેખાશે. ઑટો સેક્ટરમાં જે ખરાબ હાલાત છે તેનાથી સૌકોઈ વાકેફ છે. કેટલાય ઓટો સેક્ટર્સે પોતાનું પ્રોડક્શન બંધ કરી દીધું છે અને હજારો લોકોએ નોકરી પણ ગુમાવી દીધી છે. કેટલાય અન્ય સેક્ટરમાં પણ ડિમાન્ડની ભારી કમી હોવાને પગલે માર્કેટમાં સુસ્તી બની છે. રિયલ્ટી સેક્ટરમાં વર્ષોથી મંદી છવાયેલી છે.

5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી બનાવવા સરકાર પ્રયત્નશીલ, બેંક મર્જરથી કોઈની નોકરી નહિ જાયઃ નાણામંત્રી

બજેટના પ્રાવધાનોની ઘોષણા બાદ શેર બજારમાં પણ નિરાશા

બજેટના પ્રાવધાનોની ઘોષણા બાદ શેર બજારમાં પણ નિરાશા

બજેટના પ્રાવધાનોની ઘોષણા બાદથી શેર બજારમાં જે નિરાશાનો માહોલ બન્યો છે, તેનાથી તે હજુ સુધી બહાર નથી આવી શક્યું. જો કે નાણામંત્રીએ પાછલા દિવસોમાં કેટલાય પ્રકારની રાહત અને છૂટની ઘોષણા કરી છે અને રિઝર્વ બેંકે પણ સરકારને 1.76 લાખ કરોડ પતાના રિઝર્વથી આપ્યા છે. છતાં હજુ સુધી કોઈ સકારાત્મક સંદેશ બજારમાં જોવા મળી રહ્યા નથી.

English summary
GDP Growth at 5%, Lower Than Estimates | The GDP (gross domestic products) growth rate for the April-June quarter of 2019-20 slows to 5 per cent, lower than the estimates. The economic growth rate slips to 5 per cent in April-June from 8 per cent a year ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X