For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM Fraudથી બચવા માટે સ્માર્ટ રીતે વાપરો એટીએમ કાર્ડ

દેશમાં અવારનવાર એટીએમ કાર્ડથી દગાખોરીની અને છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. એટીએમ કાર્ડથી જેટલી સુવિધા મળે છે, એટલી જ સાવદાની રાખવી પણ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં અવારનવાર એટીએમ કાર્ડથી દગાખોરીની અને છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. એટીએમ કાર્ડથી જેટલી સુવિધા મળે છે, એટલી જ સાવદાની રાખવી પણ જરૂરી છે. કારણ કે થોડીક લાપરવાહી થવાથી મોટું નુક્સાન પણ થઈ શકે છે. આજકાલ કાર્ડ ક્લોનિંગ દ્વારા ગઠિયાઓ તમારા એટીએમ કાર્ડ સુધી પણ પહોંચી શકે છે. એટલે તમે જ્યારે પણ એટીએમથી પૈસા ઉપાડો કે કાર્ડથી પેમેન્ટ કરો ત્યારે સાવચેત રહો.

આ પણ વાંચો: 20 કરોડ PAN કાર્ડ નકામા થઇ જશે, જો નહીં કર્યું આ કામ

આ બે રીતે થઈ શકે છે છેતરપિંડી

આ બે રીતે થઈ શકે છે છેતરપિંડી

પહેલું ATM સ્કીમિંગ: ડેબિટ કાર્ડની માહિતી ચોરી કરવાને એટીએમ સ્કિમિંગ કહે છે. આ માટે એટીએમના કી પેડ પાસે એક ડિવાઈસ લગાવવામાં આવે છે. કાર્ડને મશીનમાં નાખતા જ મેગ્નેટિક પટ્ટી પર નોંધાયેલી માહિતી અને પાસવર્ડ ડિવાઈસમાં નોંધાઈ જાય છે. આ રીતે ડેટા ચોરી કરીને ઓનલાઈન ખરીદી કરી શકાય છે અથવા ખાતમાંથી પૈસા ગાયબ કરી શકાય છે.

બીજું છે ATM ક્લોનિંગ: એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરીને પણ ગઠિયાઓ તમારા પૈસા ખાઈ શકે છે. પહેલા સ્કિમર ડિવાઈસ અથવા સ્વાઈપ મશીન દ્વારા તમારા કાર્ડની માહિતી લેવામાં આવે છે. પછી હેકર્સ સોફ્ટવેરની મદદથી એટીએમ કાર્ડનું ક્લોન બનાવે છે. અને નકલી કાર્ડથી પૈસા ઉપાડી લે છે.

તાત્કાલિક કરો ફરિયાદ

તાત્કાલિક કરો ફરિયાદ

ATM અથવા ઓનલાઈન પૈસાની છેતરપિંડી થાય તો તાત્કાલિક બેન્કને ફરિયાદ કરો અને જે બેન્કમાં તમારું ખાતું છે ત્યાં જ ફરિયાદ કરો. કારણ કે જે બેન્કે તમને કાર્ડ આપ્યું છે, તે જ બેન્ક નુક્સાનીના પૈસા પાછા આપી શકે છે. જો તમારી સાથે થયેલી છેતરપિંડી સાબિત થાય તો બેન્ક તમને નુક્સાન ભરપાઈ કરી આપશે.

આ વાતોનું રાખો ધ્યાન

આ વાતોનું રાખો ધ્યાન

- જ્યારે ATM કાર્ડથી પૈસા ઉાડો ત્યારે ATM મસીનમાં કેમેરો શોધવાની કોશિશ કરો.
- જ્યાં કાર્ડ સ્વાઈપ કરો છો, તે જગ્યાને હલાવી જુઓ, ત્યાં કેમેરો હશે તો જાતે જ બહાર આવી જશે.
- નાણાકીય વ્યવહારની માહિતી માટે SMS સુવિધા ઓન રાખો
- પિન કોડને ક્યાંય લખવાના બદલે હંમેશા યાદ રાખો
- ATM પિનમાં પોતાની બર્થડેટ કે ગાડીનો નંબર ન રાખો
- એટીએમમાંથી બહાર નીકળ્યા બાદ એકવાર ક્લિયર બટન જરૂર દબાવો.
- લેવડદેવડની રિસિપ્ટ સાચવી રાખો, તેને એટીએમ પાસે ન ફેંકો.
- રોકડ મળ્યા બાદ એટીએમ સામે ઉભા રહીને પૈસા ન ગણો.
- પિન નાખતી વખતે કી પેડ ઢાંકી દો અને એટીએમની નજીક ઉભા રહો.

ATMમાંથી પૈસા ઉપાડથી વખતે રહો સાવધ

ATMમાંથી પૈસા ઉપાડથી વખતે રહો સાવધ

જે જગ્યાએ તમે તમારું કાર્ડ નાખો છો ત્યાં ચેક કરો કે બીજી કોઈ ચીજ તો લાગેલી નથીને. સ્કીમર પહેલી નજરે તો ATM મશીનનો જ ભાગ લાગે છે. સાથે જ આજુબાજુની દીવાલો અને કીબોર્ડ પાસે કોઈ કેમેરો છે કે નહીં તે ચેક કરો. જો કોઈ મશીન પર શંકા હોય તો તેનો ઉપયોગ ન કરો અને બેન્કના કર્મચારીને જાણ કરો.

પેમેન્ટ કરતા સમયે રાખો ધ્યાન

પેમેન્ટ કરતા સમયે રાખો ધ્યાન

ATMમાંથી પૈસા ઉપાડતી વખેતે કોઈને આજુબાજુ ઉબા ન રહેવા દો. શક્ય છે કે તમારી પાછળ ઉભેલો વ્યક્તિ તમારો પાસવર્ડ જોઈ શકે છે. એટલે એટીએમમાં જો કોઈ બીજું વ્યક્તિ હોય તો હંમેશા પાસવર્ડ નાખતી વખતે કી પેડને કવર કરી રાખો. કોઈ શોપ, મોલ કે અન્ય જગ્યાએ કાર્ડથી પેમેન્ટ કરતી વખતે પણ ધ્યાન રાખો. કોઈ વ્યક્તિને પોતાનું કાર્ડ સ્વાઈપ કરવા ન આપો. હંમેશા કાર્ડને તમારી સામે જ સ્વાઈપ કરાવો અને પાસવર્ડ પણ તમે જ નાખો.

English summary
to avoid the atm fraud use the atm card smartly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X