સરાહા એપ, જાણો કેમ આ App બન્યું રહ્યું છે લોકોનું ફેવરેટ

Posted By:
Subscribe to Oneindia News

સોશ્યલ મીડિયા દ્વારા આપણે આપણા પરિવારજનો અને મિત્રોથી જોડાયેલા રહીએ છીએ. તે પછી ભલે ફેસબુક હોય કે વોટ્સઅપ, ઇંસ્ટ્રાગ્રામ હોય કે સ્નેપચેટ કે પછી ટેલીગ્રામ પણ આ તમામની વચ્ચે હાલ એક એપ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. અને સાઉદી અરબના આ મેસેજ એપ્લિકેશિન સરાહાને ભારતીય યુર્ઝસ મોટી સંખ્યામાં અપનાવી રહ્યા છે. એટલું જ નહીં તેના લોન્ચ થયા પછી આ એપને એક મહિનામાં જ 30 કરોડ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. અને આ એપ દુનિયાની નવી સનસની બનીને બહાર આવ્યું છે. ત્યારે શું છે આ એપ, કેવી રીતે કામ કરે છે અને કેમ લોકોને તે પસંદ આવી રહ્યું છે આ તમામ સવાલના જવાબો જાણો અહીં...

ત્રણ લોકો જ ચલાવે છે આ એપ

ત્રણ લોકો જ ચલાવે છે આ એપ

મિડલ ઇસ્ટના દેશોમાં આ એપ એક મહિના પહેલા જ પ્રચલિત થયું. પણ તે પછી લોકપ્રિયતાનો સૌથી વધુ જુવાળ ભારતના સોશ્યલ મીડિયામાં જોવા મળ્યો. વળી તમને જાણીને નવાઇ લાગશે કે આ એપને ખાલી ત્રણ જ કર્મચારી મળીને ચલાવે છે અને તેમ છતાં તે આટલું બધુ હિટ થઇ ગયું છે. સરાહા એટલે કે જેને હિન્દીમાં આપણે પ્રશંસા કરવાને કહીએ છે તે જ કારણ છે આ એપની લોકપ્રિયતાનું.

હોનેસ્ટી એપ

હોનેસ્ટી એપ

આ હોનેસ્ટી એપ દ્વારા તમે તમારા પ્રોફાઇલ સાથે જોડાયેલા કોઇ પણ વ્યક્તિને સંદેશો મોકલી શકશો. તેના રસપ્રદ ફિડબેક તેને સૌથી રસપ્રદ બનાવે છે. અને આ એપની સૌથી અનોખી વાત છે કે મેસેજ પ્રાપ્ત કરનાર નહીં જાણી શકે કે આ મેસેજ તેને કોણે મોકલ્યો છે. સાથે જ તમે મળેલા સંદેશનો જવાબ પણ નહીં આપી શકો. અને કદાચ આ જ કારણે લોકોમાં તે ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. લોકો છૂપી રીતે તમને મેસેજ મોકલે છે અને તમે વિચારતા રહો છો કે આવું કહેનાર કોણ હોઇ શકે. યુવાનોમાં આ જ કારણે આ એપ લોકપ્રિય થઇ રહ્યું છે.

કેવી રીતે ડાઉનલોડ કરવું

કેવી રીતે ડાઉનલોડ કરવું

બાકી મેસેજીંગ એપની જેમ તમે ગૂગલ પ્લે સ્ટોર, એપ સ્ટોરથી તમારા મોબાઇલમાં આ એપ ડાઉનલોડ કરી શકો છો. વળી તમે તેની અધિકૃત વેબસાઇટ પર જઇને પોતાનું એકાઉન્ટ બનાવી શકો છો અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે તમારા કોઇ પણ મિત્રને ફિડબેક આપી શકો છો. સાથે જ તમે તમારી પ્રોફાઇલ સોશ્યલ મીડિયાના કોઇ પણ પ્લેટફોર્મ પર શેયર કરી શકો છો. અને અજાણ્યા મિત્રોથી પણ ફિડબેક મેળવી શકો છો.

કોણે અને કેમ બનાવ્યું?

કોણે અને કેમ બનાવ્યું?

આ એપની વેબસાઇટ મુજબ આ એપનું લક્ષ્ય છે કે તમારી સબળ અને નબળા પક્ષને એક પ્રામાણિક ફીડબેક દ્વારા મજબૂતી આપવી. સાઉદી અરબના વેબ ડેવલપર 29 વર્ષીય જેન અલ અબીદીન તૌફીકીએ આ એપ બનાવ્યું છે. આ એપ દ્વારા તમે કોઇને પણ તમારો મત જણાવી શકો છો.

નકારાત્મક પ્રક્રિયા

નકારાત્મક પ્રક્રિયા

જ્યાં એક બાજુ આ એપને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને ગૂગલ પ્લે સ્ટોરમાં આ એપને ડાઉનલોડ કરનાર લોકોની સંખ્યા જ્યાં 50 લાખની પણ ઉપર પહોંચી ગઇ છે. ત્યાં જ આ એપ અંગે નકારાત્મક પ્રક્રિયા પણ આવી છે. પ્લે સ્ટોરના એક યુઝરે રિવ્યૂમાં તેમ પણ લખ્યું છે કે શું ગેરંટી કે આનો ઉપયોગ કરીને કોઇ તમને સાયબર બુલી નહીં કરે? ત્યારે જોવાનું તે રહે છે કે શું ખરેખરમાં આ એપનો સદઉપયોગ લોકો વચ્ચે થાય છે કે પછી દુરઉપયોગ!

English summary
Sarahah : know important facts of world wide popular app.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.