પ્રિયંકા અને દીપિકા બાદ આ હોટ એક્ટ્રેસ પણ જશે હોલિવૂડમાં

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માને કોણ નથી ઓળખતું? તે પોતાના હોટ અને બોલ્ડ અવતારને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આ 32 વર્ષીય એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે દેખા દઇ ચૂકી છે. બોલિવૂડમાં ભલે તેને હજુ ઝાઝુ કંઇ કરવાની તક ન મળી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એવલિનનું ઘણું મોટું ફેન ફોલોઇંગ છે. વળી આ વર્ષે ફેબ્રૂઆરીમાં એવલિને ડોનાલ્ડ ટ્રંપ દ્વારા હોસ્ટ કરવામાં આવેલ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટમાં પણ હાજરી આપી હતી.

જબ હેરી મેટ સેજલ

જબ હેરી મેટ સેજલ

એવલિન ફિલ્મ 'યે જવાની હે દિવાની'માં સપોર્ટિવ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ એન્ટરટેઇનિંગ રોલ હતો. આ ફિલ્મથી જ તે ચર્ચામાં આવી હતી. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'માં પણ એવલિન શર્મા જોવા મળનાર છે.

ડોનાલ્ડ ટ્રંપ સાથે નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ

ડોનાલ્ડ ટ્રંપ સાથે નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ

આ વર્ષે ફેબ્રૂઆરીમાં એવલિન ડોનાલ્ડ ટ્રંપ દ્વારા હોસ્ટ કરવામાં આવેલ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટમાં હાજર રહી હતી. યૂએસ પ્રેસિડન્ટ દ્વારા નિમંત્રિત લોકોમાં એવલિનનું પણ નામ હતું. નોંધનીય છે કે, 1953થી દર વર્ષે આ ઇવેન્ટ યોજાય છે. આ ઇવેન્ટમાં એવલિને શાંતિ, વિશ્વાસ અને ક્રિશ્ચિયન સમુદાયના આદર્શો અંગે ખુલીને વાત કરી હતી.

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ

કોલેજના દિવસોથી કરે છે મોડલિંગ

એવલિન શર્મા કોલેજમાં હતી ત્યારથી જ તે મોડેલિંગ કરે છે. તેણે ભારત ઉપરાંત જર્મનીમાં પણ મોડલિંગ કર્યું છે. તેનો પોતાનો એક બ્લોગ પણ છે, જેની પર તે પોતાના મનની વાતો લોકો સાથે શેર કરે છે. તેના બ્લોગનું નામ છે, http://evelynssecrets.com/

રિસન્ટ પ્રોજેક્ટ્સ

રિસન્ટ પ્રોજેક્ટ્સ

આ વર્ષની શરૂઆતમાં તે 'પાર્ટી નોન સ્ટોપ' નામના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી, જે ઇંગ્લિશ અને હિંદી બંન્નેમાં રીલિઝ થયો છે. આ વર્ષે જ આવેલ ફિલ્મ 'હિંદી મીડિયમ'માં પણ તેણે ગેસ્ટ એપિરિયન્સ કર્યો છે, ટૂંક સમયમાં તે 'જબ હેરી મેટ સેજલ'માં પણ જોવા મળશે.

લીડ રોલમાં જોવા મળશે એવલિન

લીડ રોલમાં જોવા મળશે એવલિન

આ સિવાય તેણે એક હિંદી ફિલ્મ સાઇન કરી છે, જેમાં તે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ છે 'જેક એન્ડ દિલ'. આ પહેલાં વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'ઇશ્કેદારિયાં'માં પણ તે લીડ રોલમાં જોવા મળી હતી, આ ફિલ્મ બોક્સઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ હતી.

હોલિવૂડમાં વાંચી રહી છે સ્ક્રિપ્ટ્સ

હોલિવૂડમાં વાંચી રહી છે સ્ક્રિપ્ટ્સ

આ સિવાય તે હોલિવૂડમાં પણ પગ જમાવવાનો પ્રયત્ન કરી રહી છે. થોડા સમય પહેલાં જ પોતાના એક ટ્વીટમાં તેણે હિંટ આપી હતી કે, તે હોલિવૂડમાં સ્ક્રિપ્ટ્સ વાંચી રહી છે. તે અવારનવાર લોસ એન્જલસની મુલાકાત લેતી રહે છે, માનવામાં આવી રહ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડને મળવા એલ.એ જાય છે, પરંતુ તેણે પોતાના ટ્વીટ દ્વારા આ અફવા ખોટી સાબિત કરી.

ફિલ્મોમાં પદાર્પણ

ફિલ્મોમાં પદાર્પણ

એવલિને વર્ષ 2006માં ઇંગ્લિશ ફિલ્મ 'ટર્ન લેફ્ટ'થી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેણે વર્ષ 2016માં 'ફ્રોમ સિડની વિથ લવ' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ઝંપલાવ્યું. ત્યાર બાદ તે 'યે જવાની હે દિવાની', 'નૌટંકી સાલા', 'યારિયાં' વગેરે જેવી ફિલ્મોમાં સપર્ટિવ રોલમાં જોવા મળી છે.

ફિટનેસ ફ્રિક

ફિટનેસ ફ્રિક

એવલિન હંમેશા પોતાની ફિટનેસ પ્રત્યે અત્યંત સજાગ રહે છે. તેના આ હેલ્થ કોન્શિયસ સ્વભાવને કારણે જ તે આજે પણ ઘણી યંગ અને સુંદર લાગે છે. તે નિયમિત જિમ અને યોગા કરે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટ કરતી પણ અનેક તસવીરો જોવા મળે છે.

અનેક ભાષાઓનું જ્ઞાન

અનેક ભાષાઓનું જ્ઞાન

એવલિન શર્માને અનેક ભાષાઓનું જ્ઞાન છે. તેના પિતા પંજાબી છે અને માતા જર્મન છે. તેનો જન્મ પણ જર્મનીમાં જ થયો હતો. તેણે હિંદી અને ઇંગ્લિશ ઉપરાંત એક પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

English summary
Some interesting facts about hot bollywood actress Evelyn Sharma.
Please Wait while comments are loading...