For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ અભિનેત્રી માહી ગિલ પર જીવલેણ હુમલો થયો, વીડિયો જુઓ

મુંબઈથી એક મોટી ખબર આવી રહી છે, જ્યાં બોલિવૂડની ફેમસ અભિનેત્રી માહી ગિલ પર શૂટિંગ દરમિયાન કેટલાક ગુંડાઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

મુંબઈથી એક મોટી ખબર આવી રહી છે, જ્યાં બોલિવૂડની ફેમસ અભિનેત્રી માહી ગિલ પર શૂટિંગ દરમિયાન કેટલાક ગુંડાઓ ઘ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટના મંગળવારે સાંજે 4.30 વાગ્યે ગોઢબંદર પાસે મીરા રોડ પાસે આવેલી એક ફેકટરીમાં થઇ, જ્યાં વેબ સિરીઝ "ફિક્સર" નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક અજ્ઞાત લોકોએ શૂટિંગ કરી રહેલા લોકો અને અભિનેત્રી પર હુમલો કરી દીધો.

આ પણ વાંચો: હેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર

ફિલ્મ અભિનેત્રી માહી ગિલ પર જીવલેણ હુમલો થયો

ફિલ્મ અભિનેત્રી માહી ગિલ પર જીવલેણ હુમલો થયો

હુમલો કરતા લોકોના હાથમાં ડંડા અને સળિયા હતા. આ બધા જ લોકો દારૂ પીધેલા હતા જેમને લોકોને માર્યા અને માહી ગિલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો, તેમને માહીને ગાળો આપી, ગેરવર્તણૂક કરી અને તેની સાથે મારામારી પણ કરી. આ હુમલામાં ફિલ્મના મેમ્બર ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. આ ઘટનાનો વીડિયો ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને ડાયરેક્ટર તિંગમાંશુ ધુલીયા ઘ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી માહી ગિલ, ડાયરેક્ટર સોહમ શાહ જોવા મળી રહ્યા છે. ફિલ્મના મેમ્બરના માથા પર પટ્ટી બાંધેલી છે.

પોલીસે પણ હુમલાવરોનો સાથ આપ્યો

ફિલ્મ યુનિટના લોકો અનુસાર જયારે પોલીસે આવી ત્યારે તેમને બદમાશો સાથે મળીને કહ્યું કે આ લોકોને વધારે મારો. સામે આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું કે તેઓ હાલમાં એક ફેકટરીમાં શૂટિંગ કરી રહ્યા છે. આ ફેક્ટરી માટે તેમને આખું ભાડું પણ ચૂકવી દીધું છે. શૂટિંગ દરમિયાન કેટલાક લોકો આવ્યા અને તેમને ગાળો આપીને મારવાનું ચાલુ કરી દીધું. ત્યારપછી તેઓ ચીસો પાડવા લાગ્યા કે આ લોકેશન અમારી છે, અમારી પરમિશન વિના શૂટિંગ નહીં કરી શકો.

જીવ બચાવવા માટે કાર તરફ ભાગી માહી

ત્યારપછી યુનિટ સાથે માહી કાર તરફ ભાગી ત્યારે તેનો જીવ બચી શક્યો. યુનિટે કહ્યું કે તેઓ પોલીસ માં કેસ ફાઈલ કરવા નથી માંગતા કારણકે પોલીસ તે ગુંડાઓ પાસેથી પૈસા લઈને તેમને છોડી દેશે. અમે વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપતા રહી જઇશુ. આ ફક્ત અમારી પાસેથી પૈસા લેવા માટે કરવામાં આવ્યું છે. હાલમાં મીડિયામાં ખબર આવ્યા પછી પોલીસ પર દબાણ વધ્યું અને ન્યુઝ એજેન્સી એએનઆઈ અનુસાર પોલીસે આ મામલે 7 લોકોની ધરપકડ કરી છે.

આ ફિલ્મોથી મળી

આ ફિલ્મોથી મળી

ઓળખ 2003માં પંજાબી ફિલ્મ હવાએંથી એક્ટિંગમાં ડેબ્યુ કરનાર માહી ગિલને દેવદાસ, ગુલાલ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોથી ઓળખ મળી છે.

બોલ્ડ અને ટેલેન્ટેડ

બોલ્ડ અને ટેલેન્ટેડ

પંજાબના ચંદીગઢ સાથે નાતો ધરાવતી માહીના અભિનયને પાન સિંહ તોમર, દબંગ, સાહેબ બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ જેવી ફિલ્મોમાં વખાણવામા આવ્યો.

અવોર્ડ મળ્યો

અવોર્ડ મળ્યો

વર્ષ 2010માં ફિલ્મ દેવ ડી માટે માહીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફેર અવોર્ડ પણ મળી ચૂક્યો છે. સાથે જ દેવ ડી માટે એમને 2010નો આઇફા સ્ટાર ડેબ્યૂ અવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આ છે અસલી નામ

આ છે અસલી નામ

માહીનું અસલી નામ રિમ્પી ગિલ કૌર છે. એમણે ચંદીગઢમાં પંજાબ યૂનિવર્સિટીથી થિયેટરમાં માસ્ટર ડિ્રી મેળવી છે.

પર્સનલ જીંદગી ઠીક નથી

પર્સનલ જીંદગી ઠીક નથી

માહી ગિલના લગ્ન બહુ જલદી જ થઇ ગયાં હતાં. એક ઇન્ટર્વ્યૂમાં માહીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મારા લગ્ન વખતે હું મેચ્યોર ન હતી. બાદમાં માહીના તલાક થઇ ગયા હતા.

પંજાબી ફિલ્મોથી શરૂઆત

પંજાબી ફિલ્મોથી શરૂઆત

માહી ગિલે પોતાની એક્ટિંગની સફર પંજાબી ફિલ્મોથી કરી હતી. તેણે 2003માં પહેલી પંજાબી ફિલ્મથી ડેબ્યુ કરીને આ ફિલ્મ લાઈનમાં આવી હતી. આમ જોતા તેણે બોલીવૂડમાં એવી કોઈ ખાસ પાત્ર કે ફિલ્મ નથી કરી તેમ છતાં તેણે એક અલગ ઓળખ ઊભી કરી છે.

English summary
Mahie Gill and her crew attacked by goons during shoot, Video Viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X