For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રણદીપ હુડાને મહિલા રાઈટરે મોકલી 10 કરોડ રુપિયાની નોટિસ, જાણો શું છે સમગ્ર કેસ

સ્ક્રિપ્ટ રાઈટર અને ગીતકાર પ્રિયંકા શર્માએ રણદીપ હુડાને 10 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ સ્ટાર રણદીપ હુડા નવી મુસીબતમાં ફસાયા છે. સ્ક્રિપ્ટ રાઈટર અને ગીતકાર પ્રિયંકા શર્માએ રણદીપ હુડાને 10 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. પોતાના વકીલ રજત કાલસનના માધ્યમથી પ્રિયંકા શર્માએ આ નોટિસ મોકલી છે. રણદીપ હુડાને જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં પ્રિયંકા શર્માનુ કહેવુ છે કે તેણે સોશિયલ મીડિયા દ્વારા રણદીપ હુડાનનો સંપર્ક કર્યો હતો. પ્રિયંકાનો આરોપ છે કે તેણે 1200 ગીતોની ગીત અને 40 કહાનીઓની સ્ક્રિપ્ટ મોકલી હતી. આ ગીત અને સ્ક્રિપ્ટ રણદીપ હુડા ઉપરાંત આશા હુડ્ડા, મંદીપ હુડ્ડા, અંજલી હુડ્ડા, મનીષ અને રણદીપના મેનેજર પંચાલી ચૌધરી, મેકઅપ આર્ટિસ્ટ રેણુકા પિલ્લઈને ઈમેલ અને વૉટ્સએપ દ્વારા મોકલી હતી.

Randeep Hudda

પ્રિયંકા શર્માનુ કહેવુ છે કે ગયા વર્ષ વીતી ગયુ પરંતુ ત્યારબાદ પણ આ લોકોએ મારી સ્ક્રિપ્ટ અને ગીત પર કામ નથી કર્યુ અને ના મને તે પાછી મોકલી. જે નોટિસ મોકલવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયંકાએ જ્યારે સ્ક્રિપ્ટ અને ગીતોને પાછા લેવા માટે સંપર્ક કર્યો તો તેને જાનથી મારવાની ધમકી આપવામાં આવી. પ્રિયંકાના વકીલનુ કહેવુ છે કેછેલ્લા 8 વર્ષોમાં તેનુ જો શોષણ કરવામાં આવ્યુ છે તેના બદલામાં 10 કરોડ રૂપિયાનો દંડ માંગવામાં આવ્યો છે. વળી, રણદીપ હુડા તરફથી આ અંગે હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

તમને જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે. હાલમાં જ તેની છેલ્લા ફિલ્મ રાધે રિલીઝ થઈ હતી જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. જો કે આ ફિલ્મ કોરોનાના કારણે થિયેટરમાં રિલીઝ થઈ શકી નહિ. પરંતુ સલમાન ખાન ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યુ છે. રણદીપ હુડ્ડાએ ડી, હાઈવે, સરબજીત જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે જેમાં તેના અભિનયને ઘણી પસંદ કરવામાં આવી છે.

English summary
Randeep Hudda gets 10 crore rupees notice from female writer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X