રાજ્યસભા ચૂંટણી વિવાદઃ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થશે હાજર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીની ખૂબ જ નજીક ગણાતા ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાજર થશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીની ખૂબ જ નજીક ગણાતા ગુજરાતથી રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ આજે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાજર થશે. 2017ની રાજ્યસભા ચૂંટણી દરમિયાન તેમની જીતને અદાલતમાં પડકારવામાં આવી છે. આ કેસમાં ચૂંટણીમાં તેમની સામે ઉતરેલા ભાજપના બળવંત સિંહ રાજપૂતે ઓગસ્ટ 2017માં અરજી દાખલ કરી હતી. આજે અહેમદ પટેલ આ કેસમાં પહેલી વાર પોતાનુ નિવેદન નોંધાવવા માટે હાજર થશે.

ahmed patel

ખરાબ તબિયતનો આપ્યો હતો હવાલો

13 જૂને કોર્ટમાં સુનાવણી થઈ હતી પરંતુ અહેમદ પટેલ પોતાના આરોગ્યનો હવાલો આપીને કોર્ટમાં હાજર ન થયા. પોતાની જગ્યાએ તેમણે આખી ઘટનાના સાક્ષી રહેલા શક્તિ સિંહ ગોહિલને મોકલ્યા હતા. અહેમદ પટેલના વકીલ પંકજ ચાંપાનેરીએ હાઈકોર્ટમાં અરજી આપી હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે પટેલની તબિયત સારી નથી જેના કારણે તે હાજર થઈ શક્યા નથી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે અહેમદ પટેલને ઝાટકીને સમન મોકલ્યા હતા અને 20 જૂને કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર કેસ

વાસ્તવમાં આ કેસ વર્ષ 2017 દરમિયાન થયેલી રાજ્યસભા ચૂંટણીનો છે. આ ચૂંટણી દરમિયાન ભાજપ ઉમેદવાર રાજપૂતને અહેમદ પટેલે હરાવ્યા હતા. ચૂંટણી કમિશને બે બાગી કોંગ્રેસ ધારાસભ્યો ભોલા ગોહિલ અને રાઘવજી પટેલનો મત ગેરકાયદેસર ઘોષિત કર્યો હતો. તેમના આરોપ લાગ્યો હતો કે બંનેએ પાર્ટીના અધિકૃત એજન્ટ ઉપરાંત પોતાના મત સાર્વજનિક રીતે બતાવ્યા હતા કે જે નિયમોની વિરુદ્ધ છે. એટલા માટે રાજપૂતે ચૂંટણી કમિશનના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીને પોતાને વિજયી ઘોષિત કરવાની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X