For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Bypoll 2020: 18.75 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

Gujarat Bypoll 2020: 18.75 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર થમી ગયો છે. આવતી કાલે એટલે કે 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થનાર છે. મંગળવારે થનાર ચૂંટણી માટે કુલ 102 નામાંકન દાખલ થયાં હતાં, જેમાંના 21 નામાંકન અંતિમ દિવસે પાછા ખેચી લેવામાં આવ્યાં. આવી રીતે 81 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત 52 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે.

voting

જે આઠ વિધાનસભા સીટ પર મતદાન થવાનું છે તેમાં કચ્છની અબડાસા, સુરેન્દ્રનગરની લિંબડી, મોરબી, અમરેલીની ધારી, બોટાદની ગઢડા, ડાંગ અને વલસાડની કપરાડા સીટ છે. હજી બે સીટ દ્વારકા અને મોરવા હડફ ખાલી પડી છે પરંતુ કોર્ટમાં મામલો લંબિત પડ્યો હોય આ બે સીટ પર ચૂંટણીની ઘોષણા થઈ શકી નથી.

18.75 લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

આ સીટો પર 18 લાખ 75 હજાર 032 મતદાતા છે, જેમાં 9,69,834 પુરુષ અને 9,05,170 મહિલાઓ અને 28 થર્ડ ઝેન્ડર સામેલ છે. 1807 મતદાન સ્થળો પર 3024 કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર પ્રત્યેક મતદાન કેન્દ્ર પર મહત્તમ 1500 મતદાતાઓને બદલે માત્ર 1000 મતદાતા સંખ્યા છે. મતદાન કેન્દ્રો પર 419 માઈક્રો ઑબ્જર્વર છે. મતદાનના દિવસે નવ સો મતદાન કેન્દ્રોથી લાઈ વેબકાસ્ટિંગ થશે.

ખર્ચ નિરીક્ષણ માટે 27 ફ્લાઈંગ સ્ક્વૉડ, 27 સ્ટેટિક સર્વેલાંસ ટીમ બનાવવામાં આવી છે. સ્ટેટિક સર્વેલાંસ ઉપરાંત 18 વીડિયો સર્વેલાંસ, 8 વીડિયો વ્યુઈંગ ટીમ અને આઠ હિસાબી ટીમ અને 8 સહાયક ખર્ચ નિરીક્ષક છે. ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ ટીમ અને આબકારી અને નસાબંધી વિભાગે એક નવેમ્બર સુધી એક કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. જ્યારે ભરૂચમાં 25 લાખ રૂપિયા જપ્ત કર્યા. જેની પોલીસ અને આવકવેરા વિભાગ તપાસ કરી રહી છે.

કોંગ્રેસ અને ભાજપ જેવા પ્રમુખ રાજનૈતિક દળોએ સામાન્ય સબાઓ અને ઘરે ઘરે જઈ મતદાતાઓને લોભાવવાની કોશિશ કરી. સાથે જ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો. આ વિધાનસભા પેટાચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે પોતાના સ્થાનિક નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે, ત્યાં જ ભાજપે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત મંત્રિમંડળના સભ્યો અને કેટલાય કેન્દ્રીય મંત્રીઓને પ્રેચારમાં ઉતારી દીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણી પહેલાં આઠ સીટ પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેને પગલે આ પેટાચૂંટણી કરાવવી પડી રહી છે.

ગુજરાતઃ પેટા ચૂંટણી લડી રહેલ 18% ઉમેદવારો પર નોંધાયા છે ગુનાહિત કેસગુજરાતઃ પેટા ચૂંટણી લડી રહેલ 18% ઉમેદવારો પર નોંધાયા છે ગુનાહિત કેસ

જણાવી દઈએ કે ગુજરાતમાં 182 સભ્યોની વાળી વિધાનસભામાં હાલ 172 સીટીંગ એમએલએ છે, જેમાંના 103 ધારાસભ્યો ભાજપના અને 65 કોંગ્રેસના છે, જ્યારે 2 ભારતીય ટ્રિબ્યૂનલ પાર્ટી, 1 એનસીપી અને 1 અપક્ષ ઉમેદવાર છે.

English summary
Gujarat bypoll 2020: 18 lakh 75 thousand voters will cast their vote on 3rd november
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X