• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત દેશનું મેન્યુફેક્ચરીંગ હબ અને પેટ્રોકેપિટલ બન્યું છેઃ આનંદીબેન પટેલ

|

ભરૂચ, 8 ઓક્ટોબરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રા મોદીના 'મેઇક ઇન ઇન્ડિયા' ધ્યેયને સાકાર કરવામાં ગુજરાત સુશાસન-મિનીમમ ગર્વનમેન્ટ -મેક્સીમમ ગર્વનન્સ અને ઇન્ડનસ્ટ્રીયલ ફ્રેન્ડલી એન્વાયર્નમેન્ટ દ્વારા વિશ્વનભરના ઔદ્યોગિક રોકાણનું શ્રેષ્ઠ પસંદગી સ્થળ બનીને પ્રતિબધ્ધ છે તેવો સ્પવષ્ટ મત વ્યક્ત કર્યો છે. આનંદીબેને ભરૂચ જિલ્લાના દહેજમાં રૂ. 1000 કરોડના ખર્ચે 23.44 હેક્ટર વિસ્તારમાં પથરાયેલા બી.એ.એસ.એફ. કેમિકલ કંપનીના પ્લાન્ટનું આજે ઉદ્ઘાટન કર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોસબલ સમિટ-2013માં બી.એ.એસ.એફ. દ્વારા દહેજમાં તેનો પ્લાન્ટ સ્થાપવા માટે થયેલા એમ.ઓ.યુ.ને બે જ વર્ષના ટૂંકાગાળામાં પ્લાન્ટ કાર્યરત કરીને સાકાર કરવા માટે મુખ્યવમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત ટેક્ષટાઇલ્સ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ‍, એન્જીનયરીંગ, ઓઇલ એન્ડ‍ ગેસ, જેમ્સલ જ્વેલરી અને એગ્રો બેઇઝ્ડ પ્રોડક્સ ક્ષેત્રે પણ અગ્રેસર છે અને ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ નીતિઓને પરિણામે મેન્યુફેક્ચરીંગ હબ તરીકે ઊભરી રહ્યું છે તેની વિસ્તૃપત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

આનંદીબેને ગુજરાત વિવિધ પ્રકારના 6600 જેટલા કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદન એકમો દ્વારા દેશના પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનના 62 ટકા અને કેમિકલ ઉત્પા‍દનના 53 ટકા યોગદાન આપીને દેશનું પેટ્રોકેપિટલ બન્યું છે તેની ભૂમિકા સમજાવી હતી. તેમણે તત્કાલલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનમાં ગુજરાતે પેટ્રોલિયમ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટે રિજિયન PCPIR અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZની સ્થાપના કરીને આવા ઊદ્યોગો માટે ઉત્પારદન-નિકાસ અને સ્થાનિક રોજગાર નિર્માણનું વિશેષ પ્લેતટફોર્મ પુરૂં પાડ્યું છે તેનો હર્ષ વ્ય‍ક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ- અમદાવાદને દિવાળી બોનસઃ CMની 208 કરોડના વિકાસ કામોની ભેટ

આ પણ વાંચોઃ- અમદાવાદમાં ખુલ્લો મુકાયો રાજ્યનો સૌથી મોટો અન્ડરપાસ

આ પણ વાંચોઃ- ગુજરાતના દરિયામાં સ્થપાશે ભારતને પહેલો વિન્ડ પાવર પ્લાન્ટ

16 ટકા રોજગાર અવસર

16 ટકા રોજગાર અવસર

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં કેમિકલ્સે ઇન્ડસ્ટ્રીઝમાં અંદાજિત 16 ટકા રોજગાર અવસર પ્રાપ્ત થાય છે. બી.એ.એસ.એફ.નું આ એકમ 300 ઉપરાંત સ્થાનિક યુવાધનને રોજગાર આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પર્યાવરણીય સુરક્ષા મહત્વ

પર્યાવરણીય સુરક્ષા મહત્વ

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસમાં પર્યાવરણીય સુરક્ષા-સંવર્ધનને પણ મહત્વ આપ્યું છે તેની વિસ્તૃગત છણાવટ કરી હતી. આનંદીબેને ઔદ્યોગિક એકમોને સમાજદાયિત્વ સોશ્યસલ કોર્પોરેટ રિસ્પોયન્સીનબિલીટી નિભાવતાં ઘર શૌચાલય નિર્માણ માટે મુખ્યણમંત્રી સ્વચ્છ‍તા નિધિમાં પ્રેરક સહયોગની અપિલ કરી હતી.

બીએએસએફ કંપની દ્વારા સ્વચ્છતા નિધિમાં દાન

બીએએસએફ કંપની દ્વારા સ્વચ્છતા નિધિમાં દાન

આ અપિલને પ્રતિસાદ આપતાં બીએએસએફ કંપનીએ દહેજ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય અને પાણીની સવલત માટે રૂા. 45 લાખ, કન્યા કેળવણી માટે રૂા. 5 લાખ અને મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં રૂા. 5 લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં દાન

મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં દાન

મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રૂા.15 લાખ, રીલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ રૂા.10.07 લાખ, પેટ્રોમેકસ લી. દ્વારા રૂા.17.20 લાખ, આદિત્ય બીરલા ગૃપની હિન્દાલકો દ્વારા રૂા.5 લાખ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા રૂા. 5 લાખના ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

10 અબજ પાઉન્ડથી વધુનું રોકાણ

10 અબજ પાઉન્ડથી વધુનું રોકાણ

સાઉથ એશિયાના બી.એ.એસ.એફ. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર અને બોર્ડ મેમ્બોર ડો. માઇકલ હાઇન્ઝે કંપનીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, એશિયા પેસેફિક વિસ્તારમાં કંપની 2013 થી 2020 સમય દરમિયાન 10 અબજ પાઉન્ડથી વધુ રોકાણ કરશે. જેમાં આ દહેજ સાઇટનો સમાવેશ થયો છે. ભારતમાં સૌથી વિશાળ પ્લાન્ટ અને સાઉથ એશિયામાં સૌથી પ્રથમ MDI SPLITTER મુલ્ય ઉમેરો કરતા ઉઘોગ માટે ગુજરાતને કેન્દ્ર બનાવવામાં બી.એ.એસ.એફ. મદદરૂપ બનશે.

પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવામાં સરકારનો સહયોગ

પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવામાં સરકારનો સહયોગ

પર્યાવરણને નુકશાન ન થાય તે માટે કંપનીની પ્રતિબધ્ધાતા તેમને વ્યક્ત કરી હતી. રાજય સરકારના સહયોગના કારણે જ ખુબ જ ટૂંકાગાળામાં આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવામાં સફળતા મળી છે. તે માટે તંત્રવાહકોનો આભાર વ્યૂક્ત કરતાં હેલ્થ અને સેફટી એ કંપનીનું લક્ષ્યા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. બીએએસએફ કંપનીના સાઉથ એશિયા હેડ ચેરમેન-મેનેજીંગ ડીરેકટર રમન રામંચદ્રને જણાવ્યું હતું કે, દહેજ સાઇટમાં પોલીયુરેથેન ઉત્પાદન માટે એકીકૃત કેન્દ્ર અને કેર કેમિકલ્સ અને પોલીમર ડીસ્પર્શન્સ માટે નિર્માણ એકમોનો સમાવેશ થાય છે.

બીએએસએફ 150 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત

બીએએસએફ 150 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત

બીએએસએફ ૧પ૦ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. 2013 વર્ષમાં 74 મીલીયનના વ્યએવસાય સાથે 1.12 લાખ લોકોને રોજગારી આપી છે તેની વિગતો તેમણે આપી હતી. આ અવસરે ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર ગોહિલ, કલેક્ટર અવંતિકાસિંધ સહિત કંપનીના સંચાલકઓ અને અગ્રણીઓ ઉપસ્થિત હતા.

English summary
Gujarat set to become India’s manufacturing and petrochemical hub, says chief minister Anandiben Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more