For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વામિત્રી નદી પરિયોજના પર અમલ થયો હોત તો વડોદરા પૂરથી બચી ગયું હોત

ગુજરાતમાં વડોદરા, વલસાડ નવસારી અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનાં જળ સ્તર વધી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વડોદરા, વલસાડ નવસારી અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનાં જળ સ્તર વધી ગયા છે. જેને કારણે અહીં પૂરની સ્થિતિ છે. શહેરના ઘણાં વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે. શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી વિશ્વીમિત્રી નદીનાં જળસ્તર 33 ફૂટ સુધી નોંધાયા. તો આજવા ડેમનું જળ સ્તર પણ 212.20 ફૂટ સુધી પહોંચ્યું. વરસાદના 48 કલાક બાદ પણ અડધો અડધ શહેર જળમગ્ન રહ્યું. જે બાદ મોડી રાતથી વિશ્વામિત્રીના પાણી ઉતરવાની શરૂઆત થઈ.

વિશ્વામિત્રી નદી માટે પરિયોજના હોત તો પૂર ન આવ્યુ હોત

વિશ્વામિત્રી નદી માટે પરિયોજના હોત તો પૂર ન આવ્યુ હોત

રિપોર્ટ અનુસાર નદી અને ડેમના પાણી શહેરના ઘરોમાં ઘુસી રહ્યા છે. જો સરકારે વિશ્વામિત્રી નદી પરિયોજના પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ સ્થિતિ ન આવી હોત. જોકે ગુજરાત સરકાર વડોદરાની સ્થિતિથી પાર પાડવા ઉપરા-ઉપરી બેઠકો યોજી રહી છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે, આ આયોજન 15 વર્ષ પહેલા કરાયું હોત તો વડોદરાવાસીઓએ આ દિવસ જોવાના ન આવ્યા હોત. પૂરની સ્થિતિને પગલે સરકારે વિશ્વામિત્રી નદીમાં રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પણ રોકવી પડી.

70 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકારે નકારી દીધો હતો

70 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકારે નકારી દીધો હતો

પંદર વર્ષ પહેલા શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં કહેવાયું હતું કે શહેરમાંથી નીકળતી વિશ્વામિત્રી નદીના પાણીને મહિસાગર નદીમાં ડાઇવર્ટ કરવામાં આવે તો ચોમાસામાં ભારે વરસાદ છતાં વડોદરામાં પૂરની સ્થિતિને રોકી શકાય છે. પ્રસ્તાવમાં કહેવાયું હતું કે વિશ્વામિત્રી નદીના પાણીને ડાઇવર્ટ કરવા માટે 70 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જોકે આ ખર્ચ સરકારે નહીં કરવાનો હોય. ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ આ કામ કરવા માટે તૈયાર હતી. એટલે કે સરકાર મફતમાં આ યોજનાને પાર પાડી શકતી હતી.

વિશ્વામિત્રી નદીના પાણી મહિસાગર નદીમાં ડાઇવર્ટ થાય

વિશ્વામિત્રી નદીના પાણી મહિસાગર નદીમાં ડાઇવર્ટ થાય

વિશ્વામિત્રી નદીના પાણી મહિસાગર નદીમાં ડાઇવર્ટ થાય તો ખુબ ઓછા સમયમાં વરસાદનું પાણી સમુદ્રમાં જતું રહેશે. શહેરી વિકાસ અધિકારીએ 2004માં આ પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂક્યો હતો. જોકે સરકારે આ પ્રસ્તાવ વિશે કોઈ જ માહિતી ન આપી અને તે ફાઇલોમાં બંધ થઈ ગયો.

આખરે પૂરની સ્થિતિ આવી પડી

આખરે પૂરની સ્થિતિ આવી પડી

વડોદરામાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે એકત્ર થયેલા પાણીએ વિશ્વામિત્રી અને આજવા સરોવરને એટલા ભરી દીધા કે તેમના પાણી શહેરમાં ઘસવા લાગ્યા. અને આખરે પૂર આવી ગયું.

5000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

5000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

શહેરમાં 5000થી વધુ લોકોને સ્થાળાંતરિત કરાયા. NDRFની 15 કંપનીઓ રાહત અને બચામકામગીરીમાં જોડાયેલી છે. સ્થાનિક વહીવટીતંત્ર શહેરમાં ઘુસી આવેલા મગર પણ મોટો પડકાર છે, જ્યાં સુધી તેઓ પાછા નહીં જાય ત્યાં સુધી શહેરનાં લોકો પર જોખમ તોળાયેલું રહેશે. સોશીયલ મીડિયા પર આવો જ એક વીડિયો ભારે ખુબ વાઇરલ બન્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે લોકો કેટલી મુશ્કેલ સ્થિતિમાં છે.

તો આજે વડોદરા શહેરમાં પૂર ન આવત

તો આજે વડોદરા શહેરમાં પૂર ન આવત

શહેરી વિકાસ વિભાગ અધિકારીએ 15 વર્ષ પહેલા જે પ્રસ્તાવ મૂક્યો હતો એ વર્ષે પણ ભારે વરસાદને પગલે વડોદરામાં પૂરની સ્થિતિ હતી. અધિકારીએ કહ્યું હતું કે જો પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે તો આજે વડોદરા શહેરમાં પૂરની આવી આફત ન આવત. કારણ કે વધારાનું પાણી સમુદ્રમાં લઈ જવાનું હતું.

સરકારે તે પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો

સરકારે તે પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો

એ વખતે સરકારે પ્રસ્તાવ ઠુકરાવી દીધો અને વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો નિર્ણય લીધો. સરકારે રિવરફ્રન્ટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, જોકે વડોદરાનું આ સપનું પુરું ન થઈ શક્યું. અમદાવાદમાં સાબરમતી નદી પર જેવો રિવરફ્રન્ટ બનાવાયો છે, એવો જ રિવરફ્રન્ટ વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બનાવાવ માગે છે. જોકે પર્યાવરણનાં કેટલાક મુદ્દાઓને કારણે સરકાર વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટ ન બનાવી શકી.

વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટ માટે કરોડો રૂપિયા ખર્ચાયા

વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટ માટે કરોડો રૂપિયા ખર્ચાયા

વડોદરામાં રિવરફ્રન્ટ બનાવવા માટે ભાજપ નગર નિગમના અધિકારીઓ અને મેયરે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. જોકે વડોદરા નગર નિગમને વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પર્યાવરણના મુદ્દે તેની મંજૂરી ન મળી.

એટલે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સ્થગિત કરવો પડ્યો

એટલે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સ્થગિત કરવો પડ્યો

ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની દોષપૂર્ણ પ્રક્રિયાને કારણે શહેરની સંસ્થાઓ અને જાણીતા લોકોએ વડોદરા નગર નિગમ અને તેના અધિકારીઓ વિરુદ્ધ તપાસ માટે સરકારના વિવિધ વિભાગોને પત્ર લખ્યા, જેઓ વડોદરાના લોકોના પૈસા અને સમય માટે જવાબદાર છે. અંતે, સરકારે વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટની યોજના પડતી મૂકવી પડી.

સરકાર 15 વર્ષ જૂના પ્રસ્તાવ પર વિચાર કરે

સરકાર 15 વર્ષ જૂના પ્રસ્તાવ પર વિચાર કરે

આ પહેલા 2016માં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ, પુણે બેચે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં આવતા તમામ કામોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓનું એ પણ કહેવું છે કે વિશ્વામિત્રી નદી પર રિવરફ્રન્ટ બનાવવો શક્ય નથી. સરકારે 15 વર્ષ જૂના પ્રસ્તાવ પર વિચાર કરવાની જરૂરી છે કે કેવી રીતે વિશ્વામિત્રી નદીના પાણી મહિસાગરમાં લઈ જાય.

English summary
If Vishwamitri River project been implemented, Vadodara would have survived the flood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X