જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરી પીએમ મોદી પર કર્યો કટાક્ષ

Written By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા અને રાજ્યના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે, 21મી સદીમાં દુનિયાના શ્રેષ્ઠ અભિનેતા ભારતના હશે. આ ટ્વીટ સાથે જ તેમણે પીએમ મોદીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં પીએમ દલિત સમાજના અધિકારો અંગે વાત કરતા સાંભળવા મળે છે. જિજ્ઞેશ મેવાણીએ આ ટ્વીટ સાથે #FakeDalitPrem ટેગ આપ્યું છે.

jignesh mevani

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદીના દલિત પ્રેમ અંગે પ્રશ્નો કર્યા છે. આ સાથે જ તેમણે #BhimaKoregaon અને #NarendraModiLies ટેગનો પણ ઉપયોગ કર્યો છે. એક તરફ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હિંસાનું વાતાવરણ છે. પુણેમાં ભીમા-કોરેગાંવ લડાઇની 200મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં થયેલ ધમાલ બાદ બે જૂથો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. આ મુદ્દે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરતાં જિજ્ઞેશ મેવાણીએ આ ટ્વીટ કર્યું છે. આ કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણી પોતે પણ હાજર હતા અને તેમની પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ પણ છે.

English summary
Jignesh Mevani mocks Narendra Modi citing Nostradamus prediction on worlds best actor will be from India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.