મહિલાના ગર્ભાશયની જગ્યાએ પેટમાં હતુ બાળક!

Subscribe to Oneindia News

ખેડબ્રહ્મા તાલુકાના વડાલી ગામની એક મહિલાને ગર્ભાશયની જગ્યાએ પેટમાં બાળક હતું. તેમની હાલત ગંભાર હોવાથી  તેમનું તાત્કાલિક ઓપરેશન કરીને જીવ બચાવવામાં આવ્યો હતો. પરંતુ 8 માસના બાળકનું મૃત્યુ થયુ હતુ. શુક્રવારના રોજ બનેલી આ ઘટનામાં ડૉ. અશ્વિન ગઢવી, ડૉ.કનુભાઇ તરાલ, ડૉ. ક્રિષ્નાબહેન પટેલ તથા ડૉ.નીતાબહેન મકવાણાની ટીમે ત્રણ કલાકના ઓપરેશન બાદ બાળકને બહાર કાઢી સોનલ બહેનનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. 

khedbrahma

આ સમગ્ર મામલે જાણવા મળતી માહિતી મુજબ હોસ્પિટલના અધિકારી અને ગાયનેકોલોજીસ્ટ ડૉ.અશ્વિનભાઇ ગઢવીના જણાવ્યાનુસાર, સોનલબહેનની સોનોગ્રાફી તથા અન્ય તપાસ કરાવવામાં આવી હતી. જેમાં બાળક ગર્ભાશયમાં નહી, પરંતુ પેટમાં હોવાનું જાણવા મળ્યુ હતું. એ આઠ માસના બાળકનું પેટમાં જ મૃત્યુ થઈ ગયુ હતુ, જેથી ડૉક્ટરે રિપોર્ટ કરાવી ઓપરેશન કરાવવાનું કહ્યુ હતું. આઠ માસ સુધી બાળકનો વિકાસ પેટમાં થયો હોય તેના કિસ્સાઓ વિશ્વામાં પણ અત્યાર સુધીમાં 10થી 12 જેટલા જ છે. જો કે, આ કેસમાં ઓપરેશનના ચોવીસ કલાક પહેલા જ બાળક પેટમાં મૃત્યુ પામ્યુ હતુ.

English summary
Khedbrahma :baby was in the stomach instead of woman's womb.Read more details..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.