For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણાની દિલ્હીમાં સમર્થકો સાથે બેઠક

By Super
|
Google Oneindia Gujarati News

anna-hazare
નવીદિલ્હી, 10 નવેમ્બરઃ સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ શનિવારે અહીં પોતાની જૂની ટીમના સભ્યો સાથે મુકાલાત કરી તેમની સાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પર આગળની યોજનાને લઇને ચર્ચા છે. બેઠકમાં કિરણ બેદી અને મેઘા પાટકર સહિત અન્ય સભ્યો સામેલ છે.

બેઠકમાં નવી સમન્વય સમિતિ બનાવવાનું એલાન થઇ શકે છે, જેમાં 15-16 સભ્ય હોઇ શકે છે. અણ્ણા હઝારે કહીં ચુક્યા છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આખા દેસમાં જન આંદોલન ચલાવવામાં આવશે. અણ્ણા આ આંદોલનની મુહિમની રૂપરેખા આજે બેઠકમાં નક્કી કરી શકે છે.

અણ્ણાએ બેઠક પહેલાં અહીં મીડિયાને જણાવ્યું કે, અમે અમારું કામ શરૂ કરી દીધું છે અને આજે અમે અમારી રણનીતિ તૈયાર કરીશું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમની ટીમને 'નવી ટીમ અણ્ણા' કહેવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નવી ટીમ નથી, આ જૂની ટીમ છે.

કિરણ બેદીએ કહ્યું કે અણ્ણાએ તેમને ખાનગી રીતે બેટકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, આગળની રણનીતિ બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ સમિતિ થોડા સમય પહેલા અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય આંદોલનને આગળ લઇ જશે.

નોંધનીય છે કે અણ્ણાએ પોતાના મુખ્ય સહયોગી અવિંદ કેજરવીલના રાજકીય દળ રચના કરવાના મુદ્દે 19 સપ્ટેમ્બરે પૂર્વ ટીમને પોતાનાથી અલગ કરી લીધા હતા અને રાજકીય અભિયાનમાં તેમના અનેક ફોટા કે નામનો ઉપયોગ નહીં કરવાના નિર્દેશ આપ્યો હતો.

English summary
Anna Hazare on Saturday met members of his old team to discuss the future course of action on the anti corruption movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X