For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

West Bengal: રુઝાનોમાં TMCએ 200 આંકડો પાર કરતા અખિલેશ યાદવ બોલ્યા - દીદી જીઓ દીદી

સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ મમતા બેનર્જીને અભિનંદન આપીને તેમની સાથેનો ફોટો શેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 સીટો પર થયેલ ચૂંટણી માટે 2 મે એટલે કે આજનો દિવસ ખૂબ ખાસ છે. આજે મતોની ગણતરી બાદ એ નક્કી થઈ જશે કે પશ્ચિમ બંગાળમાં કઈ પાર્ટીની સરકાર બનશે. આ ચૂંટણીમાં ટીએમસી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થવાની વાત કહેવામાં આવી હતી. વળી, શરૂઆતના રૂઝાનથી લાગી રહ્યુ છે કે મમતા બેનર્જીની ટીએમસી જીત મેળવીને સત્તામાં વાપસી કરીને હેટ્રીક બનાવશે.

akhilesh

પશ્ચિમ બંગાળમાં ટીએમસી ભાજપથી ઘણુ આગળ ચાલી રહ્યુ છે. ટીએમસી 206 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. વળી, ભાજપ 84 સીટો પર આગળ છે. જો કે હજુ ફાઈનલ પરિણામ આવ્યા નથી પરંતુ સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ મમતા બેનર્જીને અભિનંદન આપીને તેમની સાથેનો ફોટો શેર કર્યો છે. અખિલેશ યાદવો જે ફોટો શેર કર્યો છે તે જૂનો ફોટો છે જેમાં અખિલેશ યાદવ મમતા બેનર્જીને એક ફૂલોનો ગુચ્છો આપતા દેખાઈ રહ્યા છે.

અખિલેશ યાદવે ટ્વિટ કરીને લખી આ વાત

આ સાથે જ અખિલેશ યાદવે લખ્યુ કે પશ્ચિમ બંગાળમાં ભાજપની નફરતની રાજનીતિને હરાવનારી જાગૃત જનતા, પીઠ મમતા બેનર્જી તેમજ ટીએમસીના સમર્પિત નેતાઓ તેમજ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન. અખિલેશ યાદવે આગળ લખ્યુ કે આ ભાજપીઓના એક મહિલા પર કરવામાં આવેલ અપમાનજનક કટાક્ષ 'દીદી ઓ દીદી' નો જનતા દ્વારા આપવામાં આવેલો જડબાતોડ જવાબ છે. અંતમાં અખિલેશ યાદવે હેશટેગ દીદી_જિઓ_દીદી લખ્યુ છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સવારથી થઈ રહેલ મતોની ગણતરીના અત્યાર સુધીના રૂઝાનોની માનીએ તો એક વાર ફરીથી ટીએમસી ચીફ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વાપસી કરી રહ્યા છે પરંતુ ભાજપ પણ શાનદાર પ્રદર્શન કરીને 100ની આસપાસ સીટો પર આગળ છે. વળી, બંગાળમાં 2001થી 2011 સુધી સત્તામાં રહેનાર સીપીઆઈએમ સિંગલ ડિજિટની સીટ પર સમેટાઈને રહી ગયુ છે.

English summary
Bengal Election Result: Akhilesh Yadav said Didi 'Jio Didi' after Mamata TMC leading 200 seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X